કેન્દ્ર GST બિલમાં સુધારો કરવા પુનઃ વિચાર કરેઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલમાં કેટલીક ફેરબદલ કરવાની માગ સંદર્ભે કોંગ્રેસે પુનઃ વિચાર કરવા સરકારને જણાવ્યું છે, તેમાં પણ ખાસ કરીને વિવાદના ઉકેલ માટે ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરવાની પણ માગ ઉપર કોંગ્રેસે ભાર મૂક્યો હતો તો બીજી બાજુ સરકારે જણાવ્યું છે કે ટેક્સના વિવાદિત મુદ્દાઓ સંબંધે ન્યાયિક હસ્તક્ષેપ યોગ્ય નથી.

કોંગ્રેસે જણાવ્યું હતું કે તેઓની ત્રણ માગણીઓ માની લેવામાં આવે તો તેઓ જીએસટીનું સમર્થન કરવા પૂરેપૂરી રીતે તૈયાર છે. દરમિયાન નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કોંગ્રેસે જીએસટીમાં કેટલીક ફેરબદલની માગ કરી છે તેના ઉપર કોંગ્રેસ ફરી એક વાર વિચાર કરે.
નોંધનીય છે કે જીએસટી બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે, પરંતુ રાજ્યસભામાં સરકારને બહુમતી ન હોવાના કારણે કેટલાક સમયથી અટકેલું પડ્યું છે. વેપાર-ઉદ્યોગજગત ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ લાવવાની કેટલાય સમયથી માગ કરી રહ્યાં છે.

You might also like