કેન્દ્રએ જજની નિમણૂકમાં કોલેજિયમને પરિવારવાદના પુરાવા મોકલાવ્યા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જજની નિમણૂક બાબતના પ્રસ્તાવમાં પરિવારવાદના મુદે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને પરિવારવાદને લગતા કેટલાક પુરાવા મોકલી આ મુદે કોલેજિયમની અસલિયતનાં દર્શન કરાવ્યાં છે.

કેન્દ્ર સરકારે પહેલી વાર જજની નિમણૂક માટે મોકલવામાં આ‍વેલાં નામમાં સામેલ વકીલો અને વર્તમાન તેમજ નિવૃત્ત જજ સાથે સંબંધોનો ઉલ્લેખ કરીને તેને સુપ્રીમ કોર્ટના કોલેજિયમને મોકલાવ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટ કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલી ૩૩ ભલામણમાં ૧૧ વકીલો અ‍ને તેમના સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઈકોર્ટ કોલેજિયમ દ્વારા ગત ફેબ્રુઆરીમાં મોકલવામાં આ‍વેલી ૩૩ વકીલોની યાદીને તેમની જાણકારી સાથે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને સોંપવામાં આ‍વી છે, જેમાં કેન્દ્રએ આ તમામ બાબતો અંગે જાણકારી મેળવી જજની નિમણૂકમાં કોલેજિયમને પરિવારવાદના પુરાવા મોકલાવ્યા છે.

આ અંગે સરકારે અેક અનોખું પગલું ભરતાં વર્તમાન અને નિવૃત્ત જજ સાથે ઉમેદવાર સાથેના સંબંધોને પણ તેમના નિષ્કર્ષોમાં સામેલ કરી દીધા છે. કેન્દ્ર સરકારે અન્ય સક્ષમ વકીલોને પણ સમાન તક મળે તે માટે આવું પગલું ભર્યું છે. આમ, કેન્દ્ર સરકાર દ્વારા જજની નિમણૂકમાં સુપ્રીમ કોર્ટના કોલેજિયમને પરિવારવાદના પુરાવા મોકલાવ્યા છે ત્યારે આ બાબતે હવે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા જણાઈ રહી છે.

You might also like