કોલ સેન્ટરથી રાહતદરે દવા અને પાઠ્યપુસ્તકો મળશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંચાલિત સીસીઆરએસ પદ્ધતિનું કોલ સેન્ટરના નંબર ‘૧પપ૩૦૩’માં નાગરિકો ઘેરબેેઠાં તંત્રના ર૪ ખાતાની ર૦૪ પ્રકારની ફરિયાદો નોંધાવી શકે છે. દર મહિને ‘૧પપ૩૦૩’ પર સરેરાશ ૧ર૦૦ થી ૧૩૦૦ ફરિયાદો નોંધાય છે.

આ કોલ સેન્ટરના નંબર ‘૧પપ૩૦૩’ની કુલ ૩૦ લાઇન છે અને ૧૪ ઓપરેટર હોઇ તેનો દર મહિનાનો ખર્ચ આશરે રૂ.૩ લાખનો થાય છે. આ ખર્ચમાં બચત કરવા તેમજ કોલ સેન્ટરની સેવાને વધુ જનઉપયોગી કરવા દવા રપ ટકાના રાહતદરે આપવા તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પણ વાજબી ભાવે આપવા માટે કોર્પોરેશને કવાયત હાથ ધરી છે તેમ ઇ-ગવર્નન્સનો હવાલો સંભાળતા આસિ. કમિશનર રમ્ય ભટ્ટ વધુમાં કહે છે.

કોલ સેન્ટરના માધ્યમથી અમદાવાદીઓને રાહતદરે દવાઓ અને પાઠ્યપુસ્તકો પહોંચાડવા માટે તાજેતરમાં જ ઇ-ગવર્નન્સ વિભાગ દ્વારા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પડાયા છે. આ માટે ઇચ્છુક પાર્ટીઓએ આગામી તા.૭ જૂન, ર૦૧૬ સુધીમાં પોતાની દરખાસ્ત ઇ-ગવર્નન્સ વિભાગને મોકલી આપવાની રહેશે.

જે પણ નાગરિક ‘૧પપ૩૦૩’માં પોતાને આવશ્યક દવા, ઇન્જેકશન કે પાઠ્યપુસ્તકનો ઓર્ડર નોંધાવશે કે મોબાઇલ એપ કે વોટ્સએપથી ડૉકટરનું પ્રિ‌િસ્ક્રપ્શન મોકલાવશે કે કોલ સેન્ટરની કંપની ઓર્ડર નોંધાવનાર વ્યક્તિને ઘેરબેઠાં ડિ‌િલવરીની વ્યવસ્થા કરશે. દવા કે પાઠ્યપુસ્તકની ડિ‌િલવરી મળ્યા બાદ નાગરિકે પૈસા ચૂકવવાના રહેશે.

You might also like