ધ બર્નિંગ બસઃ એક્સપ્રેસ હાઈવે પર લકઝરીમાં અાગઃ ૩૪ મુસાફરોનો ચમત્કારિક બચાવ

અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અાણંદના ભાલેજ ગામ નજીક વહેલી સવારે લકઝરી બસમાં અાગલ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે અા ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અને બસમાં બેઠેલા ૩૪ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો.

અા અંગેની વિગત એવી છે કે એક્સપ્રેસ હાઈવે પર ભાલેજ ગામ નજીક ટોલનાકા પાસેથી વહેલીસવારે પાંચ વાગે રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલી એક લકઝરી બસ પસાર થઈ રહી હતી ત્યારે શોર્ટસર્કિટ થવાના કારણે બસના પાછળના ભાગ પાસેથી ધુમાડાંના ગોટેગોટા નીકળવાનું શરૂ થયું હતું. અા બસમાં ૩૪ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. રાજસ્થાનના ઉદેપુરના વતની રૂપસિંહ રાજપૂત નામના મુસાફરે ધુમાડાં નીકળતા જોતાં તરત જ ડ્રાઈવરનું ધ્યાન દોર્યું હતું.

ડ્રાઈવરે સમય સુચકતા વાપરી બસને રોડની એક તરફ લઈ ઊભી રાખી દીધી હતી અને તમામ મુસાફરોને બસમાંથી ઉતરી જવાની સુચના અાપતા મુસાફરો બેબાકડા બની પોતપોતાના માલ-સામાન સાથે બસમાંથી ઉતરી ગયા હતા. બીજી તરફ અાગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરી બસને લપેટમાં લઈ લીધી હતી. તમામ મુસાફરો બસમાંથી ઉતરી જતા જાનહાની ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડે તાત્કાલીક અાપી પહોંચી અાગ બુજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ અાખી બસ બળીને ખાક થઈ ગઈ હતી.

http://sambhaavnews.com/

You might also like