બ્રિટનમાં ઘેરું રાજકીય સંકટઃ 24 કલાકમાં ત્રણ પ્રધાનોનાં રાજીનામાં

લંડન: છેલ્લા ર૪ કલાકમાં બ્રિટન સરકારના ત્રણ પ્રધાનોએ બ્રેક્ઝિટના મામલે રાજીનામાં આપી દેતાં વડાં પ્રધાન થેરેસા મે સરકાર ઘેરા રાજકીય સંકટમાં મુકાઇ ગઇ છે. બ્રેક્ઝિટ પ્રધાન ડે‌િવસ ડે‌િવસ, જુનિયર બ્રેક્ઝિટ પ્રધાન સ્ટીવ બેકરના રાજીનામા બાદ બ્રિટનના વિદેશ પ્રધાન બોરિસ જોનસને રાજીનામું આપી દીધું છે. આ સાથે જ બ્રિટન સરકારમાં રાજકીય ઊથલપાથલ શરૂ થઇ ગઇ છે.

બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ રણનીતિના કારણે હવે સરકારની કેબિનેટમાં ઉગ્ર મતભેદો ઊભા થયા છે. યુરો‌િપયન સંઘથી બ્રિટનના અલગ થવાની તારીખ નજીક આવે તે પહેલાં જ વડાં પ્રધાન થેરેસા મે પર રાજકીય દબાણ વધી ગયું છે. આ સંજોગોમાં બ્રેક્ઝિટ કેમ્પેનના ચહેરા મનાતા અને સરકારમાં નંબર-રનું સ્થાન ધરાવતા બ્રિટનના વિદેશ પ્રધાન બોરિસ જોનસનનું રાજીનામું થેરેસા મે માટે એક મોટા ફટકારૂપ માનવામાં આવી રહ્યું છે.

ર૦૧૬માં બ્રિટનની થેેરેસા મે સરકારે જનમત સંગ્રહ દ્વારા યુરો‌િપયન સંઘમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો. આ ફેંસલા હેઠળ ર૮ સભ્યોના યુરો‌િપયન સંઘમાંથી બ્રિટને ર૯ માર્ચ, ર૦૧૯ના રોજ અલગ થવાનું છે, પરંતુ બ્રેક્ઝિટ બાદ બંને વચ્ચે કેવા પ્રકારનો વેપાર રહેશે તે અંગે બ્રિટન અને યુરો‌િપયન સંઘ વચ્ચે કોઇ સંમતિ સધાઇ નથી, જેના કારણે દેશમાં અ‌િનશ્ચિતતાનો માહોલ ઊભો થયો છે.

You might also like