બ્રિટનના રાજદૂત સાઇમને ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો

દુબઈ: બ્રિટનના રાજદૂત સાયમન કો‌િલસ અને તેમનાં પત્ની હુદા મુઝારકેશની હજ કરતી તસવીરો વાઈરલ થઈ છે. સાઉદી અરબમાં બ્રિટનના રાજદૂત સાયમન પોલ કો‌િલસ અને તેમનાં પત્ની હુદા મુઝારકેશે ઈસ્લામ ધર્મ અંગીકાર કરી દીધો છે. રાજદૂત કો‌િલસની હજ કરતી તસવીરો ટ્વિટર પર શેર કરાઈ છે, જેમાં તેમનાં પત્નીએ રિટ્વિટ પણ કર્યું છે. ટ્વિટર પર કરાયેલા એક સવાલના જવાબમાં રાજદૂત સાયમન કો‌િલસે લખ્યું છે કે હું ૩૦ વર્ષ સુધી મુસ્લિમ સમુદાયમાં રહ્યો અને હુદા સાથે લગ્ન કરતાં પહેલાં ઈસ્લામ ધર્મ અપનાવી લીધો છે.

સાયમન કો‌િલસ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં સાઉદી અરબમાં બ્રિટનના રાજદૂત બન્યા હતા. તેમની હજ કરતી તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચૂકી છે. રાજદૂત સાયમનનું કહેવું છે કે લગભગ ૩૦ વર્ષ સુધી મુસ્લિમ સમુદાય વચ્ચે રહ્યા બાદ મેં ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે.

સાઉદી અરબના રાજકુમાર બાશમાહે રાજદૂત કો‌િલસને ઈસ્લામ અપનાવવા પર અભિનંદન આપતાં લખ્યું છે કે રાજદૂત અને તેમનાં પત્નીને વિશેષ શુભેચ્છાઓ. તેના જવાબમાં તેમણે લખ્યું છે કે રાજકુમાર બાશમાહનો આભાર. એક સવાલના જવાબમાં તેમણે એમ પણ કહ્યું છે કે અત્યારે તે આ અંગે કોઈ પણ ઈન્ટરવ્યૂ આપવાના નથી.

You might also like