યુવકનું ગળું કાપી લાશને ખેતરની ઝાડીમાં ફેફી દેવાઈ

અમદાવાદ: વડોદરાના તરસાલી નજીક આવેલા ખેતરમાંથી ગઈકાલે સાંજે યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વરસાદી કાદવ કીચડમાંથી એક ભરવાડે ધડથી માથું અલગ કરેલી હાલતમાં યુવકને લાશ જોઈ હતી અને ગામના લોકોને જાણ કરી હતી. પોલીસને જાણ કરતા મકરપુરા પોલીસે ઘટનાસ્થળે પોહચી અજાણી વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરાના તરસાલી નજીક આવેલા ખેતરમાં એક ભરવાડ ગઈકાલે સાંજે ખેતરોમાં ગયો ચરાવતો હતો. દરમ્યાનમા એક ખેતરમાં તેને વરસાદી કાદવ કીચડમાં ધડથી માથું અલગ કરેલી હાલતમાં એક વ્યક્તિની લાશ જોઈ હતી.

આ અંગે તેને નજીકમાં વાવ વિસ્તારમાં આવેલા સિકોતર માતાજીના મંદિરના પુજારીને જાણ કરી હતી. પુજારીએ તરસાલી ગામના સામાજિક કાર્યકર રાકેશભાઈ પટેલને જાણ કરી હતી. જેથી તેઓ અન્ય આગેવાનો સાથે તાતકાલિક ઘટનાસ્થળે પોહચી ગયા હતા.

આશરે 35 વર્ષના લાગતા ઈસમને કોઈ અજાણી વ્યક્તિએ ગાળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી માથું ધડથી અલગ કરી દીધું હતું. શરીરના અન્ય ભાગે પણ ઘા મારેલા મળી આવ્યા હતા. પોલીસને જાણ કરતા મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી મૃતકનું નામ-ઠામ જાણવા તજવીજ શરૂ કરી છે.

You might also like