બોસ્ટર્ન ડાયનેમિક્સે બનાવ્યો શાહમૃગ જેવો દેખાતો રોબોટઃ 13.5 કિલો વજન ઉપાડી શકે છે

(એજન્સી)ન્યૂયોર્ક: ચાર પગવાળો રોબોટ બનાવી ચૂકેલી બોસ્ટન ડાયનેમિક્સે પોતાના એક રોબોટને નવા આકારમાં રજૂ કર્યો છે. શાહમૃગ જેવો દેખાતો આ એક વેરહાઉસ રોબોટ છે. એક વખતમાં ૩૦ પાઉન્ડ (૧૩.પ કિલોગ્રામ) વજનવાળા બોક્સને ઉઠાવી શકે છે.

કંપનીએ આ રોબોટને સૌથી પહેલાં ર૦૧૭માં રજૂ કર્યો હતો, જ્યારે તેના બે પગ હતા. તે ૧૦૦ પાઉન્ડ (૪પ કિલોગ્રામ) વજન ઉઠાવી શકતો હતો. હવે આ રોબોટમાં બે પૈડાં લગાવી દેવાયાં છે. તે સામાનને હવામાંથી ખેંચીને ઉઠાવે છે અને પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી દે છે.  આ પહેલાં બોસ્ટન ડાયનેમિક્સ માણસ અને શ્વાન જેવા દેખાતા રોબોટ બનાવી ચૂકી છે.

You might also like