રાજ્યના પીએસયુ શેરમાં જોવા મળેલો ઉછાળો

અમદાવાદ: રાજ્યના જાહેર ક્ષેત્રના એકમોના શેરમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને ફર્ટિલાઇઝર કંપનીના શેર જેવા કે જીએનએફસી અને જીએસએફસીના શેરમાં ત્રણ ટકાથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે રાજ્યની વિધાનસભાની ચૂંટણી માથે છે, જેમાં શાસક સત્તાધારી પક્ષ બીજેપીને ફરી એક વખત બહુમતી મળે તેવી શક્યતા પાછળ રાજ્યના પીએસયુ કંપનીના શેરમાં નીચા મથાળે જોવાયેલી જોરદાર લેવાલીના પગલે તમામ પીએસયુ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.

આજે જોવા મળેલો સુધારો
જીએનએફસી ૩.૧૫ ટકા
જીએસએફસી ૩.૦૭ ટકા
જીઆઇપીસીએલ ૩.૭૭ ટકા
જીએસીએલ ૨.૫૫ ટકા
ગુજરાત ગેસ ૦.૮૪ ટકા
ગુજરાત સ્ટેટ પેટ્રો ૦.૩૬ ટકા

You might also like