UPમાં બુરખાની આડમાં બોગસ વોટિંગથી બબાલઃ અમરોહામાં ભાજપ-બસપાના ઉમેદવારો સામસામે

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે દેશની ૯પ બેઠક પર મતદાન જારી છે. પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કામાં નકલી વોટિંગનો મામલો સામે આવ્યો છે. ભાજપના સાંસદ કંવરસિંહ તંવરે એવો આક્ષેપ કર્યો છે કે બુરખા પહેરીને નકલી વોટિંગ કરવામાં આવી રહ્યું છે, જેને લઇને અમે ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી છે.

કંવરસિંહ તંવર અમરોહાની બેઠક પરથી ભાજપના સાંસદ છે અને તેમને આ વખતે ફરી ટિકિટ આપવામાં આવતાં તેઓ ઉમેદવાર પણ છે. જ્યારે સામે પક્ષે બસપાના ઉમેદવાર દાનીશઅલીએ ભાજપ પર વળતો આક્ષેપ કર્યો છે કે ભાજપ સ્વયં આ રીતે બોગસ વોટિંગ કરાવી રહ્યો છે.

કંવરસિંહ તંવરે એક ટીવી ન્યૂૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક શખસ બુરખો પહેરીને નવગાંવા ગામમાં મતદાન કરી રહ્યો હતો. જેને ઝડપી લેવામાં આવ્યો છે. તેણે જણાવ્યું હતું કે પોલીસ અત્યારે તેને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ છે.

કંવરસિંહ તંવરે જણાવ્યું છે કે અમરોહામાં લગભગ ૧૦૦ એવાં બૂથ છે જ્યાં તેમનાં પોલિંગ એજન્ટ નથી. ત્યાંથી અમારા પોલિંગ એજન્ટને ભગાડી દેવામાં આવ્યા છે અને હવે ત્યાં બોગસ વોટિંગ ચાલી રહ્યું છે. કંવરસિંહ તંવરે તેને લઇને સત્તાવાર ફરિયાદ પણ કરી દીધી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વહીવટી તંત્ર, પોલીસ અને બૂથ એજન્ટ તમારા છે તો પછી બોગસ વોટિંગ કઇ રીતે થઇ શકે? ત્યારે તેના જવાબમાં કંવરસિંહ તંવરે જણાવ્યું હતું કે અત્યારે બધું જ ચૂંટણી પંચના હાથમાં છે.

ભાજપના આ આક્ષેપનો વળતો જવાબ આપતાં બસપાના ઉમેદવાર દાનીશઅલીએ જણાવ્યું છે કે ભાજપ જ પોતાના માણસોને બુરખા પહેરાવીને બોગસ વોટિંગ કરવા માટે મોકલી રહ્યો છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago