ક્રિકેટર જસપ્રિત બુમરાહના દાદાનો મૃતદેહ મળી આવ્યો

ગુજરાતી ક્રિકેટ જસપ્રીત બુમરાહના દાદા બે દિવસથી ભેદી રીતે ગુમ થઇ જતાં ચકચાર મચી ગઇ હતી. આજરોજ જસપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ મળી આવ્યો છે. જસીપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ સાબરમતી ગાંધી બ્રીજ પાસેથી મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસતી જસપ્રીત બુમરાહના દાદા ગુમ હતા.

ઉલ્લેખનીય છે કે જસપ્રીત બુમરાહના દાદા સંતોકસિંહ ગઇ કાલ બપોરથી ભેદી રીતે ગુમ થઇ ગઇ હતા. જસપ્રીતના દાદા તેને મળવા તેના ઘરે આવ્યા હતા પરંતુ જસપ્રીતની માતા દ્વારા તેને ન મળવા દેવાની તેમજ ફોન નંબર ન આપવાના કારણે મનમાં લાગી આવતાં તેઓ ત્યાંથી ક્યાંક જતાં રહ્યો હોય વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેમની પુત્રીએ જાણવાજોગ નોંધાવી હતી.

જસપ્રીતના દાદા પંજાબથી અમદાવાદ આવ્યા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી જસપ્રીત બુમરાહને મળવાનો પ્રયત્ન કરતા હતા. જસપ્રીતની માતાએ તેમને મળવાની ના પાડી હતી અને તેનો મોબાઇલ નંબર આપવાની પણ ના પાડી હતી, જેથી તેઓને મનમાં લાગી આવ્યું હતું તેઓ બે દિવસથી લાપતા થઇ ગયા હતા.

You might also like