આનો ઉપયોગ કરવાથી શરીરની જમા થયેલી ચરબી ઓગાળશે

શરીરમાંથી વધારાની ચરબી ઘટાડવા માટે તજનો ટૂકડો ચૂસતાં રહેવું જોઈએ. તજમાં રહેલ ખાસ ઉડ્ડયનશીલ ઘટક શરીરમાં ભરાઈ રહેલા ચરબીના કોષોને બર્ન કરવા માટે પ્રેરે છે. સિનેમાલ્ડિહાઈડ તરીકે જાણીતું અસેન્શિયલ ઓઈલ તજમાં હોય છે, જે એને વિશિષ્ટ ફ્લેવર આપે છે. આ ઓઈલ મેટાબોલિઝમમાં બદલાવ લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એડિપોસાઈટ્સ તરીકે ઓળખાતા શરીરમાં ભરાઈ રહેલા ચરબીના કોષોને બર્ન કરીને શરીરમાં ગરમી પેદા કરવાનું કામ તજ કરે છે.

તજની હાજરીથી શરીરના મેટાબોલિઝમમાં મહત્ત્વનો ભાગ ભજવતાં બે પ્રોટીન પેદા થાય છે. શરીરમાં નોર્મલી વધારાની એનર્જી ચરબીરૂપે સંઘરાતી હોય છે. તજ આ ચરબીના કોષોને એનર્જીમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાની પહેલ કરે છે. મોટાપાની સમસ્યા વકરી રહી છે ત્યારે ભરાયેલી ચરબી બળે એ માટે તજનો ઉપયોગ ખોરાકમાં કરવાથી ચોક્કસપણે ફાયદો થઈ શકે છે.

You might also like