બેન્કોમાં ફસાયેલી લોન મોટી સમસ્યા

નવી દિલ્હી: ઉદ્યોગ સંગઠન એસોચેમ દ્વારા મોદી સરકારનાં બે વર્ષ પૂરાં થતાં કરાયેલાં કામો સંબંધે સરકારને ૧૦૦માંથી ૭૦ ટકા માર્ક આપવામાં આવ્યા છે. એસોચેમના જણાવ્યા અનુસાર દેશની બેન્કોમાં નોન પર્ફો‌િર્મ‌ંગ એસેટ-એનપીએ એ એક બહુ મોટી સમસ્યા છે. સરકારે આ દિશામાં કામગીરી કરવાની ખૂબ જ જરૂર છે. સરકાર દ્વારા કરાયેલી કામગીરીમાં રોડ ટ્રાન્સપોર્ટ, પાવર અને રેલવે વિભાગની કામગીરીને એસોચેમે વખાણી હતી.

સરકારે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા એ‌િગ્રકલ્ચર સેક્ટરની કેટલીક ની‌િત‌ઓમાં સુધારો કરી અપનાવ્યો છે, પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવા હજુ પણ ઘણું કરવાની જરૂરિયાત છે. દરમિયાન જીએસટી ‌િબલ સંબંધે એસોચેમે જણાવ્યું કે આ ‌િબલ પસાર કરાવવા સરકારે પ્રયાસો તેજ કરવાની જરૂરિયાત છે.

રોડ ટ્રાન્સપોર્ટ, રેલવે અને પાવર સેક્ટરમાં સરકાર દ્વારા વિશેષ કામ થયું છે અને તેના કારણે જ દેશની અર્થ વ્યવસ્થાને મજબૂત ટેકો મળ્યો છે. બેન્કોમાં ફસાયેલી લોનની સમસ્યા અંગે સરકારે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બંનેએ સાથે મળીને કામગીરી કરવી જોઇએ.

You might also like