માત્ર સ્વાદ જ નહિ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી પાઇનેપલ, જાણો વધુ

અમદાવાદ: પાઇનેપલ જેને અનાનસ પણ કહેવામાં આવે છે જે ઉપરથી સખત હોય છે પરંતુ અંદરથી એકદમ જ્યુસી હોય છે. તેનો ખાટમીઠો સ્વાદ લોકોને ઘણો ગમે છે. અનાનસને એવી રીતે જ ખાવામાં આવે છે, તેમ જ તેનો જ્યૂસ કાઢીને પણ પીવામાં આવે છે અથવા ફ્રૂટ સેલડ પણ બનાવવામાં આવે છે. અનાનસ માત્ર સ્વાદ માટે જ નહિ, સ્વાસ્થ્ય વર્ધક પણ છે. પાઇનેપલ ઘણી બીમારીઓનો નાશ કરે છે.

પાઇનેપલમાં બ્રોમેલેન નામનું એક તત્વ હોય છે જેમાં એન્ટીઇન્ફ્લેમેટરી અને ફાઇબ્રીનોલિટિક તત્વ હોય છે. આ તત્વ ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા કામ આવે છે. એ સિવાય પણ પાઇનેપલમાં વિટામિન સી પણ ઊંચી માત્રામાં હોય છે જે ઇમ્યુન સિસ્ટમને વધારે છે અને ઇન્ફેક્શનથી લડવા માટે શક્તિ પ્રદાન કરે છે.

પાઇનેપલ તમારાં હાડકાં પાટે ઘણું જ સારું હોય છે કેમ કે એમાં મેન્ગેનીઝ મળી રહે છે. મેન્ગેનીઝ એક એવું પોષકતત્વ છે જે હાડકાં વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એ સિવાય પણ બ્રોમેલીન એક એન્ટી ઇનફ્લેમેટરી તત્વ આર્થરાઇટિસ જેવી સાંધાની બીમારીઓથી રાહત પહોંચાડે છે. મીઠું ફળ હોવા છતાં પાઇનેપલમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ અને કેલોરી બહુ ઓછી હોય છે. એનો અર્થ છે કે ડાયબિટીઝના મરીઝ બ્લડ સુગર લેવલ વધારવાની ચિંતા વગર તેને આરામથી ખાઈ શકે છે.

પાઇનેપલમાં એવા એન્ટીઓક્સિડન્ડ્સ હોય છે જે ફ્રી રેડિકલ્સની સફાઈ કરીને બેડ કોલેસ્ટ્રોલના ઓક્સીડેશનથી બચાવવા મદદ કરે છે અને હૃદયરોગ જેવાં જોખમો ઓછાં કરે છે. પાઇનેપલમાં હાજર બ્રોમેલેન ધમનીઓની અંદર રક્ત થીજી જવા અને સોજાને રોકે છે, તેનાથી પણ દિલની બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે.

પાઇનેપલ ફાયબરનો સારો સ્ત્રોત છે. ફાઇબર પાચન ક્રિયાને સારી બનાવે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે. એમાં હાજર બ્રોમેલેન પેટના એસિડને નિયંત્રણમાં રાખે છે જેનાથી એસિડિટી નથી થતી.

You might also like