દુનિયાના સૌથી ઊંચા શિવધામ કૈલાસ માનસરોવરની યાત્રાનો શુભારંભ

નવી દિલ્હી: આજથી કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ થઈ ગઈ છે. દુનિયાના સૌથી ઊંચા શિવધામ કૈલાસ માનસરોવરને ૧૨ જ્યોર્તિલિંગોમાંથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે કૈલાસ એ ભગવાન શિવનું કાયમી નિવાસસ્થાન છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવરની યાત્રાએ જાય છે. કૈલાસ માનસરોવર ચીનના તિબેટમાં આવેલું છે. આ ઉપરાંત એક નાનું કૈલાસધામ છે જે ઉત્તરાખંડની સરહદ પર ભારતીય વિસ્તારમાં આવેલું છે.

કૈલાસ માનસરોવરની યાત્રા માટે બે રસ્તા છે. પ્રથમ ઉત્તરાખંડના લીપુલેક દ્વારા જવાય છે, જ્યારે બીજો સિક્કિમના નાથુલા પાસ દ્વારા જવાય છે. કૈલાસ માનસરોવર પહોંચવા માટે નેપાળ થઈ જવું પડે છે. ગઈ સાલ ચીને નાથુલાપાસ બંધ કરી દીધો હતો જેનાથી  યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે નાથુલાપાસ ખુલ્લો છે.

કૈલાસ માનસરોવરની યાત્રા અત્યંત ઠંડા અને થીજી ગયેલા પર્વતાળ વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી યાત્રા માટે ફિઝિકલ ફિટનેસના આધારે સરકાર દ્વારા શ્રદ્ધાળુઓને મંજૂરી આપવામાં આવે છે. આ યાત્રા લગભગ એક મહિનામાં પૂરી થાય છે.

જો તમારે ઓછા સમયમાં યાત્રા પૂરી કરવી હોય તો બજેટ વધારવું પડશે. કૈલાસ માનસરોવર માટે કેટલીય વિમાની કંપનીઓ યાત્રાની સેવા ઉપલબ્ધ કરાવે છે. આ માટે રૂ. એકથી સવા લાખનો ખર્ચ આવે છે. કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે યાત્રાઓના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વખતે લખનપુરથી નજંગના મધ્ય ખરાબ માર્ગને લઈને જે ગૂંચવાડો પ્રવર્તે છે તેના કારણે હવે તે કેલાસ માનસરોવર યાત્રીઓએ પગપાળા શિવધામ સુધી પહોંચવું પડશે.

You might also like