બેન્ક એકાઉન્ટ હેક કરીને ગઠિયાએ 70 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા

અમદાવાદ: શહેરના સારંગપુર વિસ્તારમાં ટી સ્ટોલ ધરાવતા રસરાજભાઇ કોષ્ટીનું બેન્ક એકાઉન્ટ હેક કરીને ગ‌િઠયાએ પેટીએમ અને વન ૯૭ કોમ્યુ‌િનકેશનમાં ૭૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બેન્કમાં થયેલ ટ્રાન્ઝેક્શનનો મેસેજ મોબાઇલ ફોનમાં આવે નહીં તે માટે ગ‌િઠયાએ રસરાજભાઇનો મોબાઇલ પણ હેક કરી દીધો હતો. માત્ર ત્રણ દિવસમાં ગ‌િઠયાએ બે બેન્ક એકાઉન્ટમાંથી ૭૦ હજાર રૂપિયા ટ્રાન્સફર લીધા હતા.

ઇસનપુર વિસ્તારમાં આવેલ લ‌િલતા સોસાયટીમાં રહેતા અને સારંગપુર વિસ્તારમાં ટી સ્ટોલ ધરાવતા રસરાજભાઇ કોષ્ટીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં છેતર‌િપંડીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે રસરાજભાઇ કોષ્ટીનું દેના બેન્કમાં શ્રી નટરાજ ટી સ્ટોલ અને આર.કે. ટી સ્ટોલના નામે બે કરંટ એકાઉન્ટ આવેલ છે.

થોડાક દિવસ પહેલાં રસરાજભાઇ બેન્કમાં રૂપિયા ઉપાડવા માટે ગયા ત્યારે તેમને જાણ થઇ હતી કે પેટીએમ અને વન ૯૭ કોમ્યુ‌િનકેશનમાં ૭૦ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા

ફરિયાદમાં જણાવ્યા અનુસાર રસરાજભાઇ પેટીએમ અને વન ૯૭ કોમ્યુ‌િનકેશનમાં એપનો ઉપયોગ કરતા નથી. રસરાજભાઇના એકાઉન્ટમાંથી કોઇ પણ ટ્રાન્ઝેક્શન થયું હોય તો તેનો મેસેજ મોબાઇલ ફોનમાં આવી જતો હતો. રપ જૂન બાદ બેન્કનો એક પણ મેસેજ રસરાજભાઇના મોબાઇલમાં આવવાનો બંધ થઇ ગયો હતો.

તારીખ ૧૧ જુલાઇના રોજ રસરાજભાઇ બેન્કમાં ગયા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે બન્ને એકાઉન્ટમાંથી માત્ર ત્રણ દિવસમાં ૭૦ હજાર રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા. આ મામલે રસરાજભાઇએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like