માનસિક ભ્રમની સ્થિતિનું કારણ બની શકે છે એન્ટિબાયોટીક

જીવાણું સંક્રમણનો સામનો કરનારી શક્તિશાળી એન્ટિબાયોટીક દવાઓનો ઉપયોગ માનસિક ભ્રમની સ્થિતિનું કારણ બની શકે છે. અમેરિકાના શોધકર્તાઓને એક શોધ દરમિયાન જાણવા મળ્યું હતું કે, એન્ટિબાયોટીક દવાઓ મગજના ક્રિયાતંત્રમાં એક ગંભીર વ્યયધાનનું કારણ બની શકે છે જેને ડિલિરીયમ કહેવામાં આવે છે. ડિલિરીયમથી વ્યક્તિમાં ભ્રમ, મતિભ્રમ અને ચિંતા જેવા વિકાર ઉત્પન્ન થાય છે.

અમેરિકાના બોસ્ટન સ્થિત બ્રિધમ એન્ડ વુમેન હોસ્પિટલના દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, જે લોકો ડિલિરીયમના રોગથી પીડિત હોય છે તેમણે અનેક જટિલતાઓનો સામનો કરવો પડે છે.

આ શોધમાં 12 શ્રેણીની આવી 54 એન્ટિબાયોટીક દવાઓ સામેલ છે જે સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. જેવી કે સલ્ફોનામાઇડ સિપ્રોફ્લોક્સાસિન, સેફેપિમી અને પેંસિલીન વગેરે.
શોધકર્તાઓએ જણાવ્યું કે, અભ્યાસમાં 47 ટકા રોગીઓમાં ભ્રમ અને મતિભ્રમ, 14 ટકા રોગીઓમાં સીઝર્સ,15 ટકા રોગીઓમાં માંસપેશી સંબંધિત મુશ્કેલી તેમજ પાંચ ટકા રોગીઓમાં શારીરિક ગતિવિધિ નિયંત્રણ નુકસાન જોવા મળ્યું છે. રોગીઓમાં આ તમામ લક્ષણો એન્ટિબાયોટીક બંધ કરી દીધાના લાંબા સમય સુધી જોવા મળે છે.

You might also like