‘હું ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર છું’ ઓફિસમાં ગેરહાજર રહેતા અધિકારીનો જવાબ

રાજ્યના વડોદરા શહેરમાં સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના અધિકારી કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તેઓ ફરજ પર હાજર થયા બાદ 8 માસમાં માત્ર 16 દિવસ હાજર રહ્યાં હતા. સતત ગેરહાજર રહેતા અધિકારીને નોટિસ પાઠવતાં તેમણે આપેલ જવાબ સાંભળી કોઇપણને હસવું આવી જાય.

આ એજન્સીના અધિકારી રમેશચંદ્રે ફેકરે કહ્યું કે હું ભગવાન વિષ્ણુનો દસમો કલ્કિ અવતાર છું. મારા કારણે રાજ્યમાં દુષ્કાળ પડતો નથી. ગુજરાતની સમૃદ્ધિ માટે હું સાધના કરી રહ્યો છું. મચ્છુ ડેમ મારા કારણે છલકાયો છે. આ અંગે તેણે લેખિતમાં જવાબ આપ્યો હતો.

વડોદરામાં સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના અધિકારી ફરજ પર હાજર થયા બાદ પોતાની ફરજમાં અનિયમિત રહેતા સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના કમિશ્નરે કારણ દર્શક નોટિસ ફટકારી હતી. જેને લઇને તેઓ 22મી સપ્ટેમ્બર 2017ના રોજ ફરજ પર હાજર થયા હતા. ત્યાર બાદ આ એજન્સીના અધિકારી રમેશચંદ્ર ફેફર માત્ર 16 જ દિવસ હાજર રહેતા અને પોતાનું મનસ્વી વર્તન દાખવતા તેમને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.

આ નોટિસનો રમેશચંદ્ર ફેફરે હાસ્યાપદ જવાબ આપતા પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર ગણાવ્યો હતો. તેમણે જવાબમાં એવું પણ કહ્યું કે હું ફિફ્થ ડાયમેન્શન એટલે કે તુરીયાતીત અવસ્થામાં રહીને સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તનનું કાર્ય કરૂ છું. આ કાર્ય ઓફિસમાં બેસીને કરી શકું નહીં માટે ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી.

You might also like