1113 જગ્યા માટે એરપોર્ટ ઓથોરિટીમાં પડી છે ભરતી, જલ્દી કરો APPLY

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા 1113 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન અનુસાર મેનેજર, જૂનિયર એક્ઝિક્યુટીવની જગ્યામાં ભરતી કરવામાં આવશે. આ પદ માટે ઇચ્છુક ઉમેદવાર ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકશે.

ક્યારે શરૂ થશે રજિસ્ટ્રેશન
આ ભરતી માટે 16 જૂલાઇથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટ છે. આ રજિસ્ટ્રેશન માટેની ફી જમા કરાવની અંતિમ તારીખ 18 ઓગસ્ટ છે. તેની પરીક્ષા 11 થી 15 ઓક્ટોબર સુધી ઓનલાઇન આપવાની રહેશે.

જગ્યાની માહિતી
ભરતી માટે ઘણા વિભાગો માટે અરજી મગાવામાં આવી છે. આ વિભાગોમાં પદ અનુસાર યોગ્યતા નક્કી કરવામાં આવી છે.
મેનેજર (ફાઇનાન્સ) – બીકોમ સાથે આઇસીડબ્લ્યુ-સીએ-એમબીએ
મેનેજર (ફાયર સર્વિસિસ, ટેકનિકલ, એન્જિનિયરીંગ ઇલેકટ્રીકલ, એન્જિનિયરીંગ સિવિલ) – બીઇ/બીટેક
મેનેજર (ઓફિશનલ લેંગ્વેજ) – હિન્દી / અંગ્રેજીમાં પીજી
મેનેજર (કોમર્શિયલ) – ગ્રેજ્યુએટની સાથે એમબીએ
જૂનિયર એક્ઝિક્યુટીવ (એર ટ્રાફિક કન્ટ્રોલ) – બીએસસી ફિજિક્સ અથવા મેથેમેટિક્સમાં અથવા બીઇ/બીટેક
જૂનિયર એક્ઝિયુટિવ (ફાઇનાન્સ) – બીકોમની સાથે આઇસીડબલ્યુ/સીએ

ઉંમર – મેનેજરની જગ્યા માટે 32 વર્ષ સુધી જ્યારે જૂનિયર એક્ઝિક્યૂટિવની જગ્યા માટે 27 વર્ષ

પસંદગી પ્રક્રિયા – ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યું ના આધારે

અરજી માટે ની ફી – અરજી માટે જનરલ અને ઓબીસી વર્ગના ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે, જ્યારે અન્ય ઉમેદવારને કોઇ ફી નહી, ઉમેદવાર ઓનલાઇન માધ્યમથી ફી ચુકવી શકશે.

You might also like