દમણમાં વેપારીઓની દબંગગીરી, ઉઠાવ્યો લોકોની મજબૂરીનો ફાયદો

દમણ: દેશમાં 8 નવેમ્બરે નોટબંધી બાદ દરેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવા પડ્યો છે. ત્યારે રાજ્યના નાના શહેરમાં નાનો મોટો ધંધો કરનારા લોકોને રૂપિયાની જરૂર હોય એવા મજબૂર લોકો પાસેથી ૧૦થી ૧૫ ટકાની વસૂલાત શરૂ કરવામાં આવતો હોવાનો ચોંકાવનારી વાત સામે આવી છે.

દમણમાં નોટબંધી બાદ બેંકોનો કારોબાર ખોરવાઇ ગયો હતો. જેના કારણે બેંક કર્મચારીઓની આડાઇ અને ગ્રાહકો સાથે ગેરવર્તણૂક જેવા વ્યવહારોની ફરિયાદો ઉઠી છે. આ ઉપરાંત મોટાભાગના એટીએમમાંથી પૈસા પણ નીકળતા નથી. આવા સંજોગોમાં દમણના અનાજના વેપારીઓ, જનરલ સ્ટોરના વેપારીઓ, હોટલો તેમજ મની ટ્રાન્સફરનો ધંધો કરનારાઓએ પેટીએમ મશીન દ્વારા જરૂરિયાત લોકોને ડેબિટ ક્રેડિટ કાર્ડ સ્ક્રેચ કરી રૂ.૧૦૦૦ જોઈતા હોય તો રૂ. ૧૦૦થી ૧૨૫ વસૂલ કરી રહ્યા છે.

આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર દમણ વિસ્તારમાં હાલમાં ધંધામાં મંદીનો માહોલ છે. પણ રૂપિયા ટ્રાન્ઝેક્શનો ધંધો પુરજોશમાં ચાલી રહ્યો છે. દમણમાં અનેક ઔદ્યોગિક એકમોમાં કામ કરતા હજારો કામદારોને મહિનાની આખરી તારીખે પગાર એકાઉન્ટમાં જમા થતો હોય છે. આવા કામદારોને પૈસાની જરૂરિયાત હોય તો તેઓ પણ રૂ. ૧૦૦૦ ઉપાડવા માટે ૧૦૦ વધારેની રકમ ચુકવી રહ્યા છે. દમણમાં બીલાડીના ટોપની જેમ પેટીએમ મશીન લઇને કેટલાક લોકો ગરીબો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.

home

You might also like