એશિયાની ત્રીજી મોસ્ટ સેક્સી વુમનનો ખિતાબ મેળવી ચૂકેલી અભિનેત્રીએ કર્યું કમબેક

નાના પરદાની ચર્ચિત અભિનેત્રી નિયા શર્માએ કરિયરની શરૂઆત ૨૦૧૦માં ‘કાલી’ નામની સિરિયલથી કરી. તેને અસલી ઓળખ ‘એક હજારો મેં મેરી બહના હૈ’ અને ‘જમાઇરાજા’ ફિલ્મથી મળી. આ ઉપરાંત આ અભિનેત્રી ‘ખતરોં કે ખિલાડી સિઝન આઠ’માં આવી ચૂકી છે. નિયા શર્મા એક વાર ફરી ચર્ચામાં છે.

એશિયાની ત્રીજી મોસ્ટ સેક્સી વુમનનો ખિતાબ મેળવી ચૂકેલી નિયાએ વેબ સિરીઝ ‘ટ્વિસ્ટેડ’ની બીજી સિઝનનું શૂટિંગ શરૂ કરી દીધું છે તેમાં તે આલિયા નામની છોકરીનો રોલ કરી રહી છે. સિરીઝમાં તે ખૂબ જ બોલ્ડ અને ઇન્ટિમેટ સીન કરતી જોવા મળશે. આ જાણકારી તેણે ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. તે ફિલ્મ મેકર વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ છે. તે ખૂબ જ હિટ રહી છે.

એક વાર ફરી આ ૨૭ વર્ષીય સુંદરી ગ્લેમરનો તડકો લગાવતી જોવા મળશે. થ્રિલર ફિલ્મો માટે જાણીતા બનેલા વિક્રમ ભટ્ટ આ વર્ષના અંત સુધીમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઇ રહ્યા છે. ફિલ્મ માટે હીરો નક્કી નથી, પરંતુ તેમણે નિયાને અભિનેત્રી તરીકે સાઇન કરી લીધી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિક્રમ પોતાની નવી ફિલ્મની કહાણીથી નહીં, પરંતુ નિયાના નવા લુકથી દર્શકોને આશ્ચર્યચકિત કરવા ઇચ્છે છે. નિયા હંમેશાં ઇન્સ્ટાગ્રામ પર પોતાના હોટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તેની બોલ્ડ તસવીરો હંમેશાં લોકો વચ્ચે પસંદ કરાય છે. તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયો શેર કર્યા હતા અને તેના કારણે પણ તે ચર્ચામાં રહી.•

You might also like