મુંબઇમાં મેકઅપ આર્ટિસ્ટની છેડતી : મદદ માટે કોઇ આગળ ન આવ્યુ

મુંબઇ : મુંબઇનાં સાંતાક્રુઝ વિસ્તારમાં મણિપુરની એક યુવતી સાથે છેડતી અને અભદ્રવ્યવહારની ઘઠનાં સામે આવી છે. યુવતી દ્વારા આરોપ લગાવાઇ રહ્યો છે કે તેનાં વાળ પકડીને તેને ઘસડવામાં આવી. જ્યારે તેની સાથે આ કૃત્ય થઇ રહ્યું હતું ત્યારે કોઇ પણ વ્યક્તિ તેની મદદ કરવા માટે આવ્યું નહોતું. પોલીસે આ કેસમાં બુધવારે ફરિયાદ નોંધીને એસપી લેવલનાં ઓફીસર પાસે તપાસ માટેનાં આદેશો આપ્યા છે. 26 વર્ષીય પીડિતા યુવતી વકોલી ખાતે રહે છે. તે મેકઅપ આર્ટીસ્ત તરીકે કામ કરે છે. શનિવારે સાંજે તે એક મિત્ર સાથે બહાર ગઇ હતી. ત્યારે સાંતાક્રુઝમાં એક અજાણી વ્યક્તિએ તેની સાથે છેડતી કરી હતી.
પીડિતાનાં અનુસાર જ્યારે તેની સાથે ગેરવર્તણુંક થઇ રહી હતી ત્યારે આસપાસ હાજર રહેલા કોઇ પણ વ્યક્તિએ તેની મદદ કરી નહોતી. ઉપરાંત તેણે જ્યારે વિરોધ કર્યો ત્યારે અસમાજિક તત્વોએ વાળ પકડીને તેને ઘસડી હતી. તેને માર પણ મારવામાં આવ્યો હતો. પીડિતાની બહેનનો આરોપ છે કે મુંબઇમાં ઘણીવાર નોર્થ ઇસ્ટનાં લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. તેણે આરોપ લગાવ્યો કે અમારી છેડતી થઇ રહી હતી ત્યારે અમને કોઇ બચાવવા કોઇ નહોતું આવ્યું. કારણ કે લોકો અમને ચીની અને નેપાળી સમજે છે.
છોકરી જ્યારે ફરિયાદ નોંધાવી ત્યારે તેની ફરિયાદ પણ પોલીસે નોંઘી નહોતી. માત્ર લેખીત લીધું હતું. જો કે સમગ્ર કેસ મીડિયામાં સામે આવ્યા બાદ પોલીસે ચાર દિવસ પછી દબાણ થવાનાં કારણે ફરિયાદ નોંધી હતી. પોલીસનાં જણાવ્યા અુસાર છોકરી સાથે મારપીટ કરનાર વ્યક્તિ માનસિક રોગી છે. તેનાં ઘરનાં લોકો તેને લઇને બેંગ્લોર જતા રહ્યા છે. જો કે હાલ તો પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like