સુરત : બિલ્ડર્સ દ્વારા યુવાન સાથે છેતરપિંડી કર્યાનો આરોપ, બોગસ એકાઉન્ટમાં કરાયા કરોડોના વ્યવહાર

સુરતમાં ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા એક યુવક સાથે બિલ્ડર્સે છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ યુવાનનો આરોપ છે કે તેના નામે બેંકમાં બોગસ ખાતુ ખોલવામાં આવ્યું હતું.

આ ખાતુ છેલ્લા 11 વર્ષથી બેન્ક ઓફ ઇન્ડિયામાં ખોલવામાં આવ્યું હતું. આ ખાતુ આ યુવકના પાનકાર્ડના આધારે ખોલાયું હતું. આમ આ યુવકની જાણ બહાર આ ખાતામાં કરોડોના વ્યવહાર થયા હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે.

સુરતમાં ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આ યુવકના ખાતામાં છેલ્લા 11 વર્ષ દરમિયાન 15 કરોડથી વધારેના વ્યવહાર સામે આવ્યાં છે. આ વ્યવહાર 18 જેટલા બિલ્ડર્સના નામે થયા હતા.

આ બેંકમાં થયેલા વ્યવહારોનો ખુલાસો ત્યારે સામે આવ્યો જ્યારે યુવક દ્વારા IT રિટર્નમાં ટીડીએસ રિબેટ મેળવવા માટે ફોર્મ ભરાયું. આ ફોર્મ ભરવામાં આવતો આ સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. આ યુવકના નામે 75 લાખની પેનલ્ટી બાકી બતાવે છે.

જો કે યુવકને આ જાણ થતાં તેને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનને જાણ કરી હતી તેમ છતાં છેલ્લા 5 મહિનાથી ધક્કા ખાતા યુવકનો પોલીસે હવે આ મામલે ગુનો નોંધ્યો છે.

You might also like