આ છે ૮૦-૯૦ના દાયકાની સુંદરીઆે

આ છે ૮૦-૯૦ના દાયકાની સુંદરીઓ
વર્ષ ૧૯૭૦થી ૧૯૮૦ના દાયકાની બોલિવૂડની અભિનેત્રીઓએ સૌંદર્ય તથા અભિનયના નવા માપદંડ સાથે કળા તથા પ્રોફેશનલ સિનેમા વચ્ચેની ખાઈ દૂર કરી હતી. આ દાયકાની અભિનેત્રીઓ હેમામાલિની, રેખા તથા ઝીન્નત અમાને સૌંદર્ય સાથે જીવંત અભિનયનો કિસ્સા રજૂ કર્યા. શબાના આઝમી તથા સ્મિતા પાટીલે ખરા અર્થમાં અભિનયને સાર્થક કર્યો હતો. ત્યારે ૧૯૮૦થી ૨૦૦૦ દરમિયાન આવેલી બોલિવૂડની આવી જ કેટલીક આભિનેત્રીઓ અંગે થોડી માહિતી જાણીએ.
શ્રીદેવીઃ બાળ કલાકારમાંથી અભિનેત્રી બનેલી શ્રીદેવી બોલિવૂડની એેવી હીરોઈન બની કે જેની સામે હીરો ગૌણ બની જતા હતા. ફિલ્મ ચાલબાજમાં શ્રીદેવી છવાઈ ગઈ હતી. ભાગ્યે જ કોઈ સની દેઓલને યાદ કરતું હશે. કોઈપણ ફિલ્મ શ્રીદેવીના કારણે જ ચાલતી હતી.
માધુરી દીક્ષિતઃ એક દો તીન ગીતથી માધુરીએ શ્રોતાઓના દિલમાં સ્થાન જમાવ્યું હતું. ત્યારે ધકધક ગીતે દર્શકોની ધડકન વધુ તેજ બનાવી દીધી હતી. અભિનય, ડાન્સ અને સેકસી દેખાવ તથા અનોખી મુસ્કાનથી તેણે બોલિવૂડમાં નામના મેળવી હતી. જેના કારણે ૧૮ થી ૮૦ વર્ષના દર્શકો તેના દીવાના હતા. તે લગભગ એક દાયકા સુધી બોલિવૂડમાં ટોપ રહી હતી.
karishma-newકરિશ્મા કપૂરઃ કરિશ્મા કપૂર અનેક પડકારોનો સામનો કરી બોલિવૂડમાં આવી હતી. કપૂર ખાનદાનમાંથી ફિલ્મોમાં આવનારી તે પહેલી છોકરી હતી. અભિનય ક્ષેત્રે તે નંબર વન અભિનેત્રી ગણાતી હતી. તેણે સરકાઈ લ્યો ખટિયા જાડા લગે જેવા ગીત પર ઠુમકા લગાવવા સાથે ઝુબૈદામાં ગંભીર ભૂમિકા ભજવી હતી.
jayaprada-newજયા પ્રદાઃ બોલિવૂડમાં શ્રીદેવી અને માધુરી દીક્ષિતના વર્ચસ્વવાળા દાયકામાં પણ દક્ષિણ ભારતની અભિનેત્રી જયાપ્રદાએ તેનું એક આગવું સ્થાન જમાવ્યું હતું. અને અનેક હિટ ફિલ્મો રજૂ કરી હતી. તેની આકર્ષક આંખો અને હોઠ પરનો તલ તેની સુંદરતાની વિશેષતા હતી. તે જમાનાની ખૂબસુરત અભિનેત્રીઓમાં તેનો સમાવેશ થતો હતો. તેણે મોટાભાગે જિતેન્દ્ર સાથે ફિલ્મો કરી હતી. સત્યજિત રાયે તેને વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંથી એક ગણાવી હતી.
ravinanewરવિના ટંડનઃ સલમાન ખાન સાથે ફિલ્મ પથ્થર કે ફૂલમાં અભિનય આપી રવિના ટંડને બોલિવૂડમાં આગમન કર્યું હતું. ત્યાર બાદ તે એ જમાનાના દરેક હીરોની પસંદગીની હીરોઈન બની ગઈ હતી. રવિનાએ અક્ષયકુમાર તથા સુનીલ શેટ્ટી ઉપરાંત ગોવિંદા સાથે પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમજ રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ફિલ્મ અકસમાં અમિતાભ બચ્ચનને પણ આકર્ષતી જોવા મળી હતી.
કાજોલઃ તનુજાની પુત્રી કાજોલે બેખુદી જેવી ફલોપ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આગળ જતાં તેણે અભિનય ક્ષેત્રે નોંધપાત્ર દેખાવ કરી શ્રીદેવીની જેમ અનેક હીટ ફિલ્મો રજૂ કરી હતી. જે બોકસ ઓફિસ પર સફળ રહી હતી. તેણે શાહરુખ ખાન સાથે અભિનય કરી બોલિવૂડને હિટ જોડી આપી. જેનો જાદુ આજેપણ દિલવાલેમાં જોવા મળે છે.
જૂહી ચાવલાઃ જૂહી ચાવલા તે જમનાની મિસ કયૂટ ગણાતી હતી. જૂહીને તે સમયે દરેક છોકરા તેમની મા પાસે લઈ જવાની ઈચ્છા રાખતા હતા. તેનો દેખાવ સુંદર તો હતો જ પરંતુ તેનો દેખાવ સેકસી નહીં હોવાના કારણે તે દરેક ફિલ્મમાં દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી હતી.તેમ છતાં તેનું માસૂિયતભર્યું સ્માઈલ દર્શકોને પસંદ હતું.

You might also like