56 ઈંચની છાતીનો દાવો કરનાર કંઈ પણ કરવામાં નિષ્ફળઃ ઊર્મિલા

ઉત્તર મુંબઈ બેઠકથી કોંગ્રેસની ઉમેદવાર અને અભિનેત્રી ઊર્મિલા માતોડકરે પીએમ મોદી પર શાબ્દિક હુમલો કર્યો હતો. ઊર્મિલાએ કહ્યું હતું કે વડા પ્રધાનના જીવન પર બનેલી ફિલ્મ પીએમ મોદી બાયોપિક એક મજાક છે, કેમ કે તેમણે પોતાનો કોઈ વાયદો પૂરો કર્યો નથી.

મોદીના જીવન પર બનેલી ફિલ્મ બીજું કાંઈ નહીં, પરંતુ વડા પ્રધાન પર એક મજાક છે, કેમ કે ૫૬ ઈંચની છાતીનો દાવો કરનાર કંઈ પણ કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયા છે. તેમના જીવન પર બનેલી ફિલ્મ લોકતંત્ર, ગરીબી અને ભારતની વિવિધતા પર મજાક છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર મુંબઈ લોકસભા સીટથી ગોપાલ શેટ્ટીની ટક્કરનો કોઈ નેતા ન મળતાં કોંગ્રેસે એક વાર ફરી ફિલ્મી ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. વર્ષ ૨૦૦૪માં એક તરફ રામ નાયક હતા તો બીજી તરફ અભિનેતા ગોવિંદા હતા ત્યારે રાજનેતાના કાર્ય પર અભિનેતાની લોકપ્રિયતા ભારે પડી હતી. ગોવિંદાએ લગભગ ૪૦,૦૦૦ મતથી રામ નાયકના વિજય રથને રોકીને ઈતિહાસ રચ્યો હતો.

You might also like