વાઇરલ થઈ છે આ 5 પાઉન્ડની નોટ… જાણો કેટલી છે એની કિંમત

આપણા દેશમાં હાલમાં નવીને જૂની નોટોની માથાકુટ ચાલી રહી છે, ત્યારે બ્રિટનમાં 5 પાઉન્ડની ચાર એવો નોટો ફરી રહી છે, જેની કિંમત લાખો રુપિયામાં છે. 5 પાઉન્ડની નોટ પર બિગબેનની બાજુમાં જેન ઓસ્ટીનનું આર્ટ વર્ક કરાયું છે. જે બર્મિંગહમ બેસ્ટ માઇક્રો-એન્ગ્રેવર ગ્રેહામ શોર્ટે ટોની હગીન્જ-હેગ ગેલેરી સાથે મળીને કર્યું છે. આર્ટવર્કમાં નોવલિસ્ટનું 5mmનું પોટ્રેઇટ બનાવાયું છે.

આ ચાર નોટો પર બ્રિટિશ નોવેલિસ્ટ જેન ઓસ્ટીનની તસવીર માર્ક કરવામાં આવી છે. જેની કિંમત 20 હજાર પાઉન્ડ (17 લાખ કરતા વધુ રૂપિયા) અંકાઈ છે. આ આર્ટવર્ક કુલ પાંચ નોટ પર કરાયું છે અને દર નોટ પાછળ બે કરતા વધુ સપ્તાહનો સમય લાગ્યો છે. આવી પાંચમી નોટ જેન ઓસ્ટીન સોસાયટીને અપાઇ છે.

Jane-Austen
આર્ટને ‘મચ વાઇડર અપીલ’ આપવા ટોની હગ્ગીન્સ-હેગ ગેલેરીના ટોની હગ્ગીન્સ પ્રાઇઝ આપશે. તેમણે મતે બ્રિટીશ લોકોના ‘હાર્ડ ટાઇમ’માં સામાન્ય લોકોને મદદરુપ થવા માટે આ રીત અપનાવાઇ છે. અત્રે મહત્વપૂર્ણ છે કે 2017માં જેન ઓસ્ટીનના મૃત્યુને 200 વર્ષ થઇ રહ્યાં છે. જેને ઉપક્રમે બ્રિટનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.

You might also like