સાવકા પિતાએ બળાત્કાર ગુજારતાં ૧૯ વર્ષીય યુવતી પ્રેગ્નન્ટ બની

અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારમાં સાવકા પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજારતાં તેને બાળકને જન્મ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે ઓછા મહિને બાળકનો જન્મ થયો હોઈ તેનું મૃત્યુ નિપજ્યું હતું. પુત્રી વેકેશન કરવા માતાના ઘરે રહેવા આવી ત્યારે આ બનાવ બન્યો હતો. સેટેલાઇટ પોલીસે સાવકા પિતા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના કરી છે.

સેટેલાઇટ વિસ્તારમાં શ્રેયસ ટેકરા પાસે આવેલા એક મકાનમાં જયેશભાઇ પત્ની રમાબહેન સાથે રહે છે. રમાબહેનને પ્રથમ પતિ સાથે મનમેળ ન આવતાં છૂટાછેડા લઇ લીધા હતા.  પ્રથમ પતિ સાથેના લગ્નજીવન દરમિયાન એક પુત્રી નયનાનો જન્મ થયો હતો. નયના સાણંદના નાનીદેવતી ગામે તેના સગા પિતા સાથે રહેતી હતી.

નવેમ્બર ર૦૧૭માં નયના સેટેલાઇટ ખાતે રહેતી તેની માતાના ઘરે આવી હતી. રમાબહેને જયેશભાઇ સાથે બીજા લગ્ન કર્યાં હતાં. ઘરમાં નયના હોય ત્યારે માતાની હાજરીમાં જયેશભાઇ નયના સાથે શારીરિક અડપલાં કરતા હતા.

વિરોધ કરવા છતાં તેઓએ અડપલાં કરતાં હોઇ તેની માતાએ ફરિયાદ કરી હતી, પરંતુ તેઓ અટકયા નહોતા. દેવદિવાળીના વેકેશન દરમિયાન નયના સાથે જયેશભાઇએ જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. શારીરિક સંબંધ બાંધતાં નયનાને ગર્ભ રહી ગયો હતો. ગર્ભ રહી ગયા બાદ  નયનાએ ઓછા મહિને બાળકને જન્મ આપતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. (પાત્રોના નામ બદલ્યા છે.)

You might also like