હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો 15મો દિવસ, શરદ યાદવે કરાવ્યું જળગ્રહણ

ખેેડૂતોનાં દેવાં માફી અને પાટીદારોને અનામતના મુદ્દે છેલ્લા ૧૪ દિવસથી ઉપવાસ પર બેઠેલ હાર્દિક પટેલ ગઇ કાલે સોલા સિવિલમાં દાખલ થયા હતા. ત્યાર બાદ સરકારી હોસ્પિટલ તંત્ર અનેે સરકાર પર ભરોસો ન હોવાનું કહી મોડી રાતે એસજી હાઇવે પર આવેલ એસજીવીપી હોસ્પિટલમાં દાખલ થયા હતા.

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 15મો દિવસ છે. લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવે હોસ્પિટલાઈઝ્ડ હાર્દિકને જળગ્રહણ કરાવ્યું હતું. આ પહેલા મુલાકાતે આવેલા યાદવના સન્માનમાં હાર્દિક બેડથી ઉતર્યો હતો અને તેમને મળીને હસ્તધનૂન કર્યું હતું.

અશકત હાર્દિક વરિષ્ઠ નેતાને મળીને ખુશ થયો હતો.બંને વચ્ચે વાતચીત થઈ હતી. યાદવે હાર્દિકને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી અને તેના આંદોલનને સમર્થન આપ્યું હતું.બીજી તરફ 1 સપ્ટેમ્બરે એસ.પી.સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યુ હતું.પરંતુ હોસ્પિટલના બિછાનેથી અન્ન-જળનો ત્યાગ કરીને પોતાની માંગો પર અડગ રહ્યો છે.

હાર્દિક પટેલે હોસ્પિટલમાં દાખલ થયા બાદ પણ જણાવ્યું હતું કે તેના ઉપવાસ હજુ ચાલુ છે. એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેના એલએફટી, આરએફટી, પીબીસી, ય‌ુરિન, સોનોગ્રાફી, ઇસીજી અને ઇકો સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દરેક ટેસ્ટનો નોર્મલ રિપોર્ટ આવ્યો હતો.

ગઇ કાલે હાર્દિક પટેલની સાથે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મુલાકાત લીધી હતી અને ખોડલધામના ટ્રસ્ટીઓ અને ઉમિયાધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મળી હાર્દિકના મુદ્દા પર ચર્ચા કરી સરકાર સાથે વાતચીત કરશે તેમ જણાવ્યું હતું, જોકે હજુ સુધી સરકારે નરેશ પટેલ સાથે કોઇ વાતચીત કરી નથી તેમજ નરેશ પટેલે પણ ગઇ કાલે ઉમિયાધામના ટ્રસ્ટીઓ
સાથે મુલાકાત બાદ કોઇ વાતચીત કરી નથી.

You might also like