15 વર્ષની છોકરીએ વરસાદના પાણીમાંથી વીજળી બનાવી

અઝરબૈજાનની રાજધાની બાકુમાં નવમા ધોરણમાં ભણતી રેહાન જમાલોવા નામની ટીનેજરે અનોખું કારનામું કરી બતાવ્યું છે. તેણે બહેનપણીઓની મદદથી વરસાદના પાણીમાંથી વીજળી બનાવવામાં સફળતા હાંસલ કરી છે. તેણે એવું ડિવાઈસ તૈયાર કર્યું છે, જે વહેતા પાણીને વીજળીમાં ફેરવી દે છે.

તેની આ ઉપલબ્ધિ માટે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા પણ આ છોકરીને સન્માનિત કરી ચૂકી છે. તેનું કહેવું છે કે આ ડિવાઈસ એવા દેશોમાં બહુ કામ આવી શકે છે, જ્યાં ખૂબ વરસાદ પડતો હોય અને વીજળીની કમી હોય.

You might also like