ધરપકડ કરાયેલા ૧૩૦ વિદ્યાર્થીને ખબર હતી કે તેઓ ફ્રોડ કરી રહ્યા છેઃ US

728_90

(એજન્સી) વોશિંગ્ટન: નવી દિલ્હી સ્થિત અમેરિકન દૂતાવાસે જણાવ્યું છે કે ફેક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે કસ્ટડીમાં લેવામાં આવેલા ૧ર૯ ભારતીયો સહિત ૧૩૦ વિદેશી વિદ્યાર્થીઓને ખબર હતી કે તેઓ ફ્રોડ કરીને ગુનો આચરી રહ્યા છે. આ ૧૩૦ વિદ્યાર્થીઓની ગત સપ્તાહે ધરપકડ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પર એવો આક્ષેપ છે કે તેઓએ અમેરિકામાં વસવાટ કરવા માટે ફેક યુુનિવર્સિટીમાં એડમિશન લીધાં હતાં.

આ ફ્રોડની જાણકારી મેળવવા માટે અમેરિકન ગૃહ વિભાગે ફોર્મિંગ્ટન યુુનિવર્સિટી બનાવી હતી. વિદેશ વિભાગના પ્રવકતાએ જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓને સારી રીતે ખબર હતી કે ફોર્મિંગ્ટન યુનિવર્સિટીમાં ન તો કોઇ અભ્યાસ કરનાર છે કે ન તો કોઇ પણ પ્રકારના કલાસીસ યોજાનાર છે એટલું જ નહીં ત્યાં ઓનલાઇન અભ્યાસ પણ સુવિધા નહોતી.

વિદ્યાર્થીઓએ જાણી જોઇને અમેરિકામાં રહેવા માટે આ ગુનો આચર્યો હતો. ભારત સરકારે અમેરિકન દૂતાવાસને વિદ્યાર્થીઓની ધરપકડને લઇને વિરોધ કરતો એક પત્ર સુુપરત કર્યો હતો. આ વિદ્યાર્થીઓને તુરત કાઉન્સેલર એકસેસ આપવાની વાત કરવામાં આવી હતી. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તે આ સમગ્ર મામલાનું મોનિટરિંગ કરી રહેલ છે.

આ કૌભાંડ સાથેે સંકળાયેલ અન્ય આઠ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો ભારતીય અથવા ભારતીય અમેરિકન નાગરિકો હોઇ શકે છે. ફેક યુનિવર્સિટીના નિયમોમાં જણાવાયું હતું કે અહીં ટ્યૂશન ફી ઓછી હશે અને પ્રથમ એડમિશન લેનાર ૬૦૦ વિદ્યાર્થીઓને વર્ક પરમિટ આપવામાં આવશે. આ ફેક યુનિવર્સિટીમાં મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હતા.

You might also like
728_90