જાણી લો ઓનલાઇન ડેટિંગ પર બોલાતા 10 જૂઠાણાં

બદલાતા સમયની સાથે પ્રેમની અભિવ્યક્તિના રૂપમાં પણ ઘણાં બદલાવ આવ્યાં છે. હવે પ્રેમપત્ર મોકલવા માટે તમને કબુતર કે કોઈ માણસની જરૂર નથી પડતી. હવે યુવક યુવતીઓ પ્રેમ માટે પણ ડેટીંગ લાઈનનો ઉપયોગ કરતા થયા છે.

જી હા, ડેટીંગ લાઈન અંગે આપે સાંભળ્યું જ હશે. આ સાઈટ્સ પર તમે તમારૂં અકાઉન્ટ બાનાવીને ચેટ પણ કરી શકો છો. પરંતુ જેમ જેમ ટેક્નોલોજીનો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ ઓનલાઈન ચીટીંગના કિસ્સા પણ વધી રહ્યાં છે. જી હા, તેવામાં બની શકે કે ક્યારેક છોકરા છોકરીઓ ઓનલાઇન એકબીજા સાથે જૂઠ્ઠું પણ બોલતા હોય.

જી હા, ડેટીંગ સાઇટ્સ પર સૌથી વધુ જૂઠ્ઠુ બોલવામાં આવતુ હોય છે. અને એવા જ કેટલાક અસત્યોનું લીસ્ટ અમે અહીં તમારા ધ્યાનમાં મૂક્યું છે.

1. ઓછા ફોટા શેર કરવા
ઓનલાઇન ડેટીંગમાં ફ્રોડ કરવાવાળી વ્યક્તિ ઓછામાં ઓછા અને સિલેક્ટેડ ફોટો જ શેર કરશે. કારણ કે તેના ઇરાદામાં ખોટ હોય છે.

2. ઉંમર
યુવક હોય કે યુવતી, ઓન લાઇન ડેટીંગ કરતી વખતે બંને પોતાની ઉંમર છુપાવતા હોય છે. કેટલીક વખત તેઓ ફોટોને એડીટ પણ કરી દેતા હોય છે.

3. પરિવાર અંગે જૂઠ
યુવતીઓનો પરિવાર પ્રત્યે વધુ જુકાવ હોય છે. અને એટલે જ યુવકો તેનો સૌથી વધુ ફાયદો ઉઠાવે છે. યુવકો પરિવાર અંગે એવા જૂઠ બોલતા હોય છે કે યુવતીને યુવકના પરિવારથી પ્રેમ થઈ જાય.

4. પસંદનું લીસ્ટ
યુવતીઓને દરેક એ વ્યક્તિ પસંદ આવે છે જે તેમની પસંદ અને રૂચિને પસંદ કરે. જે પુરૂષો લગ્ન કરી ચૂકેલા હોય છે, તે પુરૂષો આ વાતનો ઘણો ફાયદો ઉઠાવે છે, આવા નાટક બહું કરે છે કે તેમને યુવતીની દરેક પસંદ ગમે છે.

5. હું લાંબો, સુંદર અને જવાન છું.
સામાન્ય રીતે યુવકો પોતાને ઘણાં જ સ્માર્ટ અને હેન્ડસમ બતાવે છે. તેમને લાગે છે કે આમ બોલવાથી તેમની મોજ થઈ જશે.

6. નોકરી
ડેટીંગ સાઈટ પર સામાન્ય રીતે યુવકો પોતાની નોકરીને ઈમ્પ્રેસિવ રીતે રજૂ કરતા હોય છે. તેઓ દરેક યુવતી માટે પોતાની નોકરીનું ડીસ્ક્રીપ્શન અલગ અલગ વર્ણવતા હોય છે.

7. શેપ
માત્ર યુવતીઓ જ નહીં પણ યુવકો પણ પોતાના શેપ અંગે સાઈટ્સ પર જૂઠ બોલતા હોય છે. જેથી યુવતીઓ ઈમ્પ્રેસ થઈ જાય.

8. લોકોમાં પ્રિય
યુવકો ઘણી વખત યુવતીઓને ઈમ્પ્રેસ કરવા માટે જૂઠ બોલતા હોય છે કે અન્ય લોકોમાં તેમની ઘણી જ વેલ્યું છે. લોકો તેમને ઘણાં જ પસંદ કરે છે.

9. મારે કોઈની જરૂર નહતી
ડેટીંગ સાઈટ પર સામાન્ય રીતે યુવકો એવુ અસત્ય કહેતા હોય છે કે તેમને કોઈની જરૂર નહોતી, જો તેમને જરૂર ન હતી, તો ડેટીંગ સાઈટ પર શું કરતા હતા.

10. જીવનમાં બહું ઉતાર ચઢાવ આવ્યાં
ડેટીંગ સાઈટ પર યુવકો યુવતીઓને ઘણું ઈમોશનલ બ્લેકમેલ પણ કરતા હોય છે. યુવકો પોતાનું દુખ દર્દ સંભળાવીને પણ યુવતીઓને ઈમ્પ્રેસ કરે છે.

You might also like