આઈફોન પાછળ પાગલ આ શખ્સ iPhone X લેવા માટે જાન લઈને નીકળ્યો

એપલના આઈફોનનું વેચાણ ભારતમાં શરૂ થઈ ગયું છે અને તેને લઈને લોકોમાં કેટલો બધો ક્રેઝ છે, તેનું ઉદાહરણ હાલમાં એક શખ્સે સૂચવ્યું છે. મહારાષ્ટ્રના થાણેમાં એક શખ્સ આઈફોન પાછળ એટલો બધો પાગલ છે કે, તે આઈફોન લેવા માટે જાન લઈને ગયો હતો.

આ શખ્સને જોઈને કોઈ પહેલા તો એવું જ સમજે કે આ શખ્સની જાન જઈ રહી છે, પરંતુ તેના હાથમાં ‘આઈ લવ આઈફોન’નું પોસ્ટર જોઈને આખી ઘટના સમજી શકાય છે. સપ્ટેમ્બરમાં લૉન્ચ થયેલ એપલ આઈફોનનું શુક્રવારથી જ વેચાણ શરૂ થઈ ગયું છે અને તેને લેવા માટે લાઈન લાગી ગઈ છે. ભારતમાં 64GBના આઈફોનની કિંમત 89 હજાર રૂપિયા છે અને 256GBના ફોનની કિંમત 1.02 લાખ રૂપિયા છે.

આ છે આઈફોનના ફીચર્સઃ
આ ફોનમાં 5.8 ઈંચની એજ-ટૂ-એજ OLED સુપર રેટિના ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું પિક્શલ રિઝોલ્યૂશન 2436×1125 છે. આ ફોન M11 મોશન કો-પ્રોસેસર સાથે A11 બાયોનિક 64 બીટથી ચિપલેસ છે. 12 મેગા પિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.

You might also like