થાઈલેન્ડના દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન પર 412 કરોડના ખર્ચે બનાવાશે ફિલ્મ

બેંગકોક: થાઇલેન્ડની થેમ લુઆંગ ગુફામાંથી ૧૮ દિવસ બાદ જૂનિયર ફૂટબોલ ટીમ અને તેમના કોચને બહાર લાવવાનુ અભિયાન આખરે સફળ થયું છે.ત્યારે હવે આ સમગ્ર અભિયાન અંગેની કહાણી પર હોલિવૂડ ફિલ્મ બનાવવાનુ આયોજન પ્યોર પિલક્સ સ્ટુડિયો દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં આ ફિલ્મ બનાવવામાં અંદાજે ૩૦ થી ૬૦ મિલિયન ડોલર( લગભગ રૂ. ૪૧૨ કરોડ)નો ખર્ચ થવાની સંભાવના છે.

આ ફિલ્મને બનાવવા માટે જાણીતી ફિલ્મ ગોડસ નોટ ડેડ બનાવનારા પ્યોર પિલક્સ સ્ટુડિયો દ્વારા તૈયારી પણ શરૂ કરી દીધી છે. થાઈલેન્ડમાં રહેતા પ્યોર પિલક્સ સ્ટુડિયોના સીઈઓ અને સહ સંસ્થાપક મિશેલ સ્કોટે જણાવ્યું કે તેમના પત્ની સાર્જેન્ટ સમન કુનનના દોસ્ત હતા. ત્યારે આ રેસક્યુ ઓપરેશન દરમિયાન સમનનું મોત થયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ આ અભિયાનમાં તેઓ પણ ગુફામાં ફસાયેલા બાળકોનાં માતા-પિતા અને બાળકોને શોધનારા લોકોના સંપર્કમાં હતા.

આ ઉપરાંત પ્યોર પિલક્સ સ્ટુડિયોની ટીમ પણ તમામ બાળકો માટે સતત પ્રાર્થના કરતી હતી. તેમજ તેઓ ખુદ સતત ચાર દિવસ ગુફા બહાર બટાવ ટીમને મદદ કરતા રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ બનાવી તેઓ લોકોને બીજાને મદદ કરવા તૈયાર રહેવા મેસેજ આપવા માગે છે.આ ફિલ્મમાં તેવા બે લોકોનો ખાસ રોલ રહેશે કે જેમણે સૌથી પહેલાં બાળકોની ભાળ મેળવી હતી.

આ દિલધડક ઓપરેશનમાં પાંચ દેશોના ડાઇવર્સ, નેવી સિલ્સ અને એક્સપર્ટ્સનો મોટો ફાળો છે. તેમાંથી એક છે ઓસ્ટ્રેલિયન ડોક્ટર જેણે આ ૧૨ બાળકો અને કોચને બચાવવા પોતાનો જીવ જોખમમાં મુકી દીધો હતો. હકીકતમાં, બાળકોને ગુફાની બહાર લાવવાના રેસ્ક્યુ ઓપરેશનમાં સમય લાગે તેવી શક્યતાઓ હતી.

આ દરમિયાન બાળકોનાં સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવો એટલો જ જરૂરી હતો. ગુફામાં બાળકોની સાથે રહેવાનું બીડું ઓસ્ટ્રેલિયાના ડો. રિચાર્ડ ‘હેરી’ હેરિસે ઝડપ્યું હતું. બદનસીબે, આ રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયાની થોડી મિનિટો બાદ હેરીએ પોતાના પિતા ગુમાવ્યા છે.

You might also like