થાઇલેન્ડ ગુફા બચાવ સ્થળને હવે બનાવાશે મ્યૂઝિયમ

થાઇલેન્ડમાં બાળકોની ફુટબોલ ટીમને પાણીથી ભરેલી ગુફાથી બહાર નીકળવાવાળા સ્થાનને મ્યૂઝિયમનાં રૂપમાં પરિવર્તિત કરવા માંગે છે. બચાવકર્મીઓએ પોતાનાં સાહસિક અભિયાનને માટે આ જગ્યાનો ઉપયોગ કર્યો હતો. મહત્વનું છે કે આ સ્થળને હવે સાફ કરવામાં આવી રહ્યું છે.

બચાવદળનાં પ્રમુખ નારોંગસાક ઓસોટ્નકોર્ને કહ્યું કે, આ જગ્યાને સંગ્રહાલયમાં ફેરફાર કરવામાં આવશે કે જ્યાં આ અભિયાનમાં ઉપયોગમાં લાવવામાં આવેલ કપડાં અને ઉપકરણને પ્રદર્શિત કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, આ થાઇલેન્ડને માટે વધુ એક વિશેષતા હશે.

એક ફિલ્મ પ્રોડક્શન હાઉસ તરવૈયાઓ, ચિકિત્સાકર્મીઓ અને અન્ય બચાવકર્મીઓનાં સાહસિક કારનામાને હોલીવૂડમાં મોટા પરદા પર ઉતારવાની યોજના પર પહેલા જ કામ શરૂ કરી ચૂકેલ છે. આ બચાવકર્મીઓએ “વાઇલ્ડ બોર્સ” ફૂટબોલ ટીમને બચાવવા માટે પોતાની જાનની પણ બાજી લગાવી દીધી હતી.

You might also like