થાઇલેન્ડ રેસ્ક્યૂઃ ઓપરેશન સફળ, ગુફામાં ફસાયેલા 12 બાળકો સહિત કોચને સુરક્ષિત બહાર નીકાળાયાં

થાઇલેન્ડની ગુફામાં છેલ્લાં 18 દિવસોથી ફસાયેલા 12 બાળકો અને તેમનાં એક કોચને સુરક્ષિત રીતે બહાર નીકાળી લેવામાં આવેલ છે. ઉત્તરી થાઇલેન્ડની પૂરઅસરગ્રસ્ત ગુફામાં ફસાયેલા બાળકોને નીકાળવા માટે યુદ્ધનાં ધોરણે અભિયાન છેડવામાં આવ્યું હતું.

મંગળવારનાં રોજ બપોર સુધીમાં વધુ 2 બાળકોને નિકાળી લેવામાં આવ્યાં હતાં. પછી સાંજ પડતા પડતા બાકી રહેલા દરેક ફસાયેલા લોકોને પણ બહાર નીકાળી લેવામાં આવ્યાં. આ પહેલાં બચાવકર્મીઓએ સોમવારનાં રોજ પણ વધુ 4 બાળકોને નિકાળવામાં સફળતા હાંસલ કરી હતી. આ સાથે જ આ બચાવ અભિયાન પણ પૂર્ણ થઇ ગયું છે. જો કે આ અભિયાન દરમ્યાન એક બચાવકર્મીનું મોત થઇ ગયું હતું.

ગુફામાં 23 જૂનનાં રોજ 12 બાળકો અને તેઓનાં ફૂટબોલ કોચ પણ ફસાયેલા હતાં. બચાવ અભિયાન દરમ્યાન ભારે વરસાદ દરમ્યાન પણ ગુફામાં પાણીનાં સ્તરમાં કોઇ જ ફેરફાર ન હોતો થયો. જેથી ઓપરેશન શરૂ રાખવામાં આવ્યું. ફસાયેલા લોકોને નિકાળવા માટે 19 ડ્રાઇવર્સને અંદર મોકલવામાં આવ્યાં હતાં.

ઓપરેશન સ્થાનીય સમય અનુસાર, સવારનાં 10:08 વાગ્યે શરૂ થયું. આજે જ્યારે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે ગુફામાં ફસાયેલા 5 લોકો સિવાય ડોક્ટર, 3 નેવી SEAL પણ હાજર હતાં.

થામ લૌંગ ગુફાથી રવિવારનાં પહેલાં સફળ અભિયાન દરમ્યાન 4 બાળકોને પણ સુરક્ષિત બહાર નીકાળી લેવામાં આવ્યાં હતાં જ્યારે બચાવ અભિયાનનાં બીજા દિવસે સોમવારનાં રોજ વધુ 4 બાળકોને પણ સુરક્ષિત રીતે બહાર નીકાળી લેવામાં આવ્યાં.

જો કે મહત્વનું છે કે હાલમાં બચાવવામાં આવેલા આ બાળકોની ઓળખ કરવામાં નથી આવી. આ સમૂહ ભારે વરસાદને કારણે આવેલ પૂરને કારણે 23 જૂનનાં રોજ ગુફામાં ફસાઇ ગયા હતાં. છેલ્લાં સપ્તાહે તરવૈયાઓ આ લોકોને જીવતા શોધ્યાં હતાં.

જે તરવૈયાઓ બાળકોને પહેલા સમૂહમાં બચાવવામાં સફળ રહ્યાં હતાં તે જ લોકોને બીજાં અભિયાનમાં પણ શામેલ કરવામાં આવ્યાં. અધિકારીઓએ કહ્યું કે, હાલત રવિવારની જેમ ઘણાં સારા થયેલાં છે અને વરસાદે પણ ગુફાનાં જળસ્તરને પ્રભાવિત નથી કરેલ.

આ બચાવ અભિયાનનાં અધિકારીક પ્રવક્તા નારોંગસાક ઓસોતાનાર્કોર્ને રવિવારનાં રાતે સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે, બચાવ ટીમો સોમવારનાં રોજ સવારનાં 7 કલાકથી લઇને સાંજનાં 5 કલાક સુધી અભિયાનમાં જોડાયેલ હતી.

તેઓએ કહ્યું કે, કોઇ પણ પ્રકારનાં સંક્રમણથી બચાવવા માટે બાળકોને હાલમાં તેઓનાં પરિવાર સાથે મળવા દેવામાં નથી આવ્યાં પરંતુ આ મામલે વિચાર કરવામાં આવશે. પહેલાં બાળકોને ગુફામાંથી રવિવારનાં રોજ સાંજે 5:40 કલાકે બહાર નીકાળવામાં આવ્યાં હતાં અને બીજા લોકોને તેઓની 10 મિનીટ બાદ જ્યારે અન્યને બે કલાકથી વધારે સમય બાદ બહાર નીકાળવામાં આવ્યાં હતાં.

You might also like