થાઇલેન્ડની બેડ્મિન્ટન ખેલાડી રેટચેનોકને ડોપિંગમુક્ત જાહેર કરાઈ

બેંગકોક: મહિલા બેડ્મિન્ટન ખેલાડી રેટચેનોક ઈન્ટેનોન ડોપિંગના આક્ષેપમાંથી મુક્ત કરાયા પછી ખુશાલીમાં રડી પડી હતી અને હવે ઓલિમ્પિકનું પોતાનું સ્વપ્ન ભાંગી પડવાના ડરના આવેલા અંતથી પોતે રાહત અનુભવી રહી છે એમ તેણે કહ્યું હતું. આગામી રિયો ઓલિમ્પિક રમતોત્સવમાં ચંદ્રક જીતવા માટે થાઈલેન્ડની મુખ્ય આશા તરીકે રહેતી ૨૧ વર્ષની રેટચેનોક ગયા મે મહિનામાં ચીનમાં એક સ્પર્ધામાં ભાગ લીધા પછી પ્રતિબંધિત દ્રવ્યનું સેવન કરવા બદલ ડોપિંગની તપાસણીમાં સપડાઈ ગઈ હતી, પણ BWF (બેડ્મિન્ટન વર્લ્ડ ફેડરેશન) તેને દોષમુક્ત જાહેર કરતા કહ્યું હતું કે તે પરવાનગી હેઠળ રહેતા તે દ્રવ્યનો ઉપયોગ પગના સ્નાયુની ઈજાની સારવાર માટે કરવામાં આવ્યો હતો.

You might also like