‘ટેક્સટાઇલની ગાડી બે પાટા પર ચાલે છે, એક કીસાન અને બીજા ઉદ્યોગપતિઓ’

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા મંદિર ખાતે ટેક્સટાઇલ ઇન્ડીયા-2017નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે ટેક્સટાઇલની ગાડી બે પાટા પર ચાલે છે એક કિસાન અને બીજા ઉદ્યોગતિઓ. આ ટેક્સટાઇલ સેકટરમાં દુનિયાની સૌથી મોટી ઇવેન્ટ છે. ભારતમાં પ્રથમવાર મેગા ટેક્સટાઇલ વ્યાપાર મેળાનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ ભારતમાં જૂના ઉદ્યોગોમાંનો એક છે. ટેક્સટાઇલ મામલે સુરતનું મોટુ યોગદાન છે. ટેક્સટાઇલના કારણે ઘણો વિકાસ થયો છે. વસ્ત્ર આપાણા દેશનું સાંસ્કૃતિક પ્રતિક છે. ટેક્સટાઇલ ખેતી અને ઉદ્યોગ વચ્ચે બ્રિજનું કામ કરે છે.
http://sambhaavnews.com/

You might also like