અમેરિકી કાયદાના કારણે ટેક્સટાઈલ નિકાસ નબળી

મુંબઇ: ભારતની ટેક્સટાઇલ નિકાસ અમેરિકાના પ્રોક્યોરમેન્ટ કાયદાને લઇને પ્રભાવિત થઇ છે. ઉદ્યોગ સંગઠન ફિક્કીના જણાવ્યા પ્રમાણે અમેરિકાના પ્રોક્યોરમેન્ટ કાયદા અંતર્ગત પસંદગીના દેશો અથવા ડોમેસ્ટિક સપ્લાયર્સ દ્વારા કાચા માલની ખરીદી કરવાનું જરૂરી બનાવી દીધું છે અને તેને કારણે ભારતીય ટેક્સટાઇલ નિકાસકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટેક્સટાઇલ નિકાસકારના જણાવ્યા પ્રમાણે અમેરિકી ખરીદદારોએ ભારતના કાચા માલને ખરીદવાનું બંધ કરી દીધું છે. તેઓના કહેવા પ્રમાણે ભારત સહિત કેટલાક દેશો જનરલ સર્વિસિસ એડ્િમનિસ્ટ્રેશન-જીએસએ શેડ્યુલ કોન્ટ્રાક્ટની યાદીમાં આવે છે અને તેને કારણે ભારતના ટેક્સટાઇલ નિકાસકારોને મુશ્કેલી અનુભવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ તથા સુરતમાંથી કરોડો રૂપિયાની ટેક્સટાઇલની કરોડોની નિકાસ થાય છે તેઓના કારોબારને પણ માઠી અસર પહોંચી છે.

You might also like