રાજ્યમાં અતિભારે વરસાદનાં પગલે ટેટની પરિક્ષા રદ્દ

અમદાવાદ : ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ હેઠળ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક સ્કુલોમાં શિક્ષક મટે લેવામાં આવતી ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ (ટેટ)ની પરિક્ષા 30 જુલાઇનાં રોજ લેવાનાર હતી. જો કે ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વણસેલી પરિસ્થિતીને ધ્યાને રાખીને આ પરિક્ષા રદ્દ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પરિસ્થિત થાળે પડી રહી છે પરંતુ હવામાન વિભાગ દ્વરા હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીનાં પગલે સરકારે આગમચેતીનાં ભાગરૂપે પરિક્ષારદ્દ કરી દીધી હતી. જો કે આગામી પરિક્ષા અંગે તંત્ર દ્વારા કોઇ અધિકારીક જાહેરાત કરવામાં આવી નથી.

You might also like