ટેસ્ટ ટ્યૂબ બેબીને હાઈપરટેન્શનનું જોખમ વધુ હોય

ઇન્ વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ) કે અન્ય અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી (એઆરટી) દ્વારા જન્મેલી વ્યકિતઓને જીવનમાં વહેલા હાઇબ્લડપ્રેશર કે હાઇપરટેનશનની વ્યાધિઓ થવાનું જોખમ રહે છે.

સ્વિટ્ઝરલેન્ડના સંશોધકોએ એઆરટીની મદદથી જન્મેલા પ૪ યુવાન અને અને સ્વસ્થ ટીનેજર્સ (૧૬ વર્ષની આસપાસ)ની સકર્યુલેટરી સિસ્ટમનું વિશ્લેષણ કર્યું હતું. એમાં એમ્બ્યુલેટરી બ્લડપ્રેશર માપવા ઉપરાંત રકતવાહિતીઓ તેમજ ધોરી નસોની કાર્યક્ષમતા તપાસી હતી.

તપાસમાં નોંધવામાં આવ્યું હતું કે બોડી માસ ઇન્ડેકસ, સ્મોકિંગ સ્ટેટસ અને કાર્ડિયો-વેસ્ક્યુલર રિસ્ક પ્રોફાઇલની બાબતમાં ટેસ્ટ ટયૂબ ટેકનિક વડે જન્મેલી ૧૬ વર્ષની વ્યકિત અને ૪૩ વર્ષની વ્યકિતમાં પૂર્ણ સમાનતા નોંધાઇ હતી.

ર૪ કલાક એમ્બ્યુલેટરી બ્લ્ડપ્રેશર મોનિટરિંગમાં નોંધવામાં આવ્યું હતું કે કુદરતી રીતે જન્મેલાં સંતાનોની તુલનામાં એઆરટીની મદદથી જન્મેલા ટીનેજર્સના સિસ્ટોલિક અને ડિસ્ટોલિક બ્લડપ્રેશર વધારે હતાં.

You might also like