ટેસ્ટ બચાવવા દ. આફ્રિકાનો સંઘર્ષ જારી

નવી દિલ્હી: ભારત અને દ.આફ્રિકા વચ્ચે નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાઈ રહેલી ભારત અને દ. આફ્રિકા વચ્ચેની ચોથી ટેસ્ટના આખરી દિવસે આજે પ્રવાસી ટીમ દ. આફ્રિકાનો મેચ બચાવવા માટેનો સંઘર્ષ જારી છે. ભારત તરફથી આપવામાં આવેલા ૪૮૧ રનના ટાર્ગેટને ચેઝ કરતા દ. આફ્રિકાએ ચોથા દિવસની રમતના અંત સુધી બે વિકેટે ૭૨ રન બનાવ્યા હતા.

આ મેચના આજે પાંચમા અને આખરી દિવસે આ લખાઈ રહ્યું છે ત્યારે દ. આફ્રિકાએ ૧૦૬ ઓવરમાં ત્રણ વિકેટે ૯૩ રન બનાવી લીધા છે અને હવે ભારત જીતથી સાત વિકેટ દૂર છે. આજે રવિન્દ્ર જાડેજાએ ટકાઉ ઈનિંગ્સ રમીને અમલાને ૨૫ રન પર ક્લિન બોલ્ડ કરીને ભારતે મોટી સફળતા હાંસલ કરી હતી. અત્યારે એ.બી. ડિવિલિયર્સ અને ફાફ ડુ પ્લેસીસ ક્રીસ પર છે. ડિવિલિયર્સ ૨૬ રન પર અને પ્લેસિસ ૩ રન પર રમી રહ્યાં છે. ભારતની પ્રથમ ઈનિંગ્સમાં ૩૩૪ રન થયાં હતા અને ત્યાર બાદ દ. આફ્રિકાની પ્રથમ ઈનિંગ્સમાં ૧૨૧ રન થયાં હતા. જ્યારે ભારતે બીજી ઈનિંગ્સમાં ૨૬૭ રન કર્યા હતા.

આ અગાઉ દ. આફ્રિકાને ડીન એલગરના વિકેટ સાથે પ્રથમ ફટકો પડ્યો હતો. આર. અશ્વિને બોલિંગ કરતા તે રહાણેના હાથમાં ઝીલાઈ ગયો હતો. ત્યાર બાદ બાયુમાને અશ્વિને ક્લિન બોલ્ડ કર્યો હતો. બાયુમા ૧૧૭ બોલમાં ૩૪ રન બનાવીને આઉટ થયો હતો.

ચોથા દિવસે ૨૦૭ બોલ રમીને માત્ર ૨૩ રન કરનાર હાસીમ અમલાને રવિન્દ્ર જાડેજાએ આજે ક્લીન બોલ્ડ કર્યો હતો. અમલા ૨૩૦ બોલમાં માત્ર ૨૫ જ રન કરી શક્યો હતો. આ અગાઉ દ. આફ્રિકા વિરુદ્ધ ભારતે પાંચ વિકેટના નુકસાન પર ૨૬૭ રન બનાવીને બીજી ઈનિંગ્સમાં દાવ ડિકલેર કર્યો હતો. રહાણેએ નોટઆઉટ ૧૦૦ રન બનાવ્યા હતા.

રહાણેની સેન્ચૂરી પૂરી થતા વિરાટ કોહલીએ દાવ ડિકલેર કર્યો હતો. ત્યાર બાદ દ. આફ્રિકાને જીત માટે ૪૮૧ રનનું ટાર્ગેટ મળ્યું હતું. બીજી ઈનિંગ્સમાં ભારત દ્વારા આપવામાં આવેલ ૪૮૧ રનના ટાર્ગેટનો પીછો કરીને દ. આફ્રિકાની ટીમના ઓપનિંગ બેટ્સમેન ડીન અેલગરને આર. અશ્વિને માત્ર ચાર રન પર આઉટ કર્યો હતો. અશ્વિને ભારતને બીજી સફળતા અપાવી હતી અને ઓપનર બાવુમાને ૩૪ રન પર ક્લીન બોલ્ડ કર્યો હતો.

બાવુમાએ ૧૧૭ બોલનો સામનો કર્યો હતો. ત્યાર બાદ પથ્થરની જેમ ક્રિસ પર ટકી રહેલા કેપ્ટન અમલાને આખરે રવિન્દ્ર જાડેજાએ ક્લિન બોલ્ડ કર્યો હતો. અમલાએ ૨૪૪ બોલમાં ૨૫ રન કર્યા હતા.

You might also like