સાડા ચાર વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ભારતની નંબર વન પર વાપસી

દુબઈઃ ઈંગ્લેન્ડનો દક્ષિણ આફ્રિકા સામે શ્રેણીમાં ૨-૧થી વિજય થતાં ભારતે લગભગ સાડા ચાર વર્ષ બાદ ફરીથી ટેસ્ટ ક્રિકેટમાં નંબર વનનું સ્થાન હાંસલ કરી લીધું છે. આ અગાઉ ટોચના સ્થાને રહેલા દક્ષિણ આફ્રિકાએ સેન્ચુરિયનમાં અંતિમ ટેસ્ટમાં ૨૮૦ રનથી જીત નોંધાવી હતી, પરંતુ તેની ટીમ ખુદને રેન્કિંગ પોઇન્ટમાં ત્રીજા સ્થાને સરકી જતાં બચાવી શકી નહોતી.

ભારત હવે ૧૧૦ પોઇન્ટ સાથે ટોચના સ્થાને પહોંચી ગયું છે, ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો નંબર આવે છે. પાકિસ્તાન ચોથા, ઈંગ્લેન્ડ પાંચમા, ન્યૂઝીલેન્ડ છઠ્ઠા અને શ્રીલંકા સાતમા સ્થાને, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ આઠમા, બાંગ્લાદેશ નવમા અને ઝિમ્બાબ્વે દસમા સ્થાને છે.

આઇસીસીએ જણાવ્યું છે કે ઈંગ્લેન્ડની દક્ષિણ આફ્રિકા સામે ૨-૧થી જીત બાદ ભારત ટેસ્ટ રેન્કિંગમાં સત્તાવાર રીતે નંબર વન બની ગયું છે. ભારત ઓગસ્ટ ૨૦૧૧ બાદ પહેલી વાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર સુધી પહોંચી ગયું છે. ગત વર્ષે દક્ષિણ આફ્રિકાને ભારતની ધરતી પર ૩-૦થી હરાવ્યા બાદ બીજા સ્થાને પહોંચી ગયું હતું.

You might also like