ટેસ્લા ઈલેક્ટ્રિક સેમી ટ્રકની વધી રેન્જ, જાણો ફુલ ચાર્જ પર કેટલું કાપશે અંતર…..

ઈલેક્ટ્રિક વાહનોમાં દુનિયામાં સૌથી મોટુ નામ બનાવી ચુકેલી ટેસ્લાએ પોતાના નવા ઈલેક્ટ્રિક સેમી ટ્રકની રેંજનો ખુલાસો કર્યો છે. ટેસ્લા પ્રમાણે આ ટ્રક સિંગલ ચાર્જ પર 966 કિલોમીટરની સફર કરશે, પાછલા વર્ષે ટ્રક લોન્ચિંગ વખતે આ રેંજ 805 કિલોમીટર કહેવામાં આવી હતી અને હવે તેને અપડેટ કરવામાં આવ્યો છે.

ટેસ્લાનો આ સેમી ટ્રક 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ લગભગ 20 સેકન્ડમાં પકડશે , આ ટ્રક ત્યારે પણ સ્પીડ પકડશે જ્યારે તે ફુલ લોડેડ એટલેકે 36,000 કિલોગ્રામ ભારથી લેસ હોય.

નવો ટેસ્લા સેમી ટ્રક બે વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે, એક વેરિયન્ટ 966 કિલોમીટરની રેંજ આપશે ત્યારે બીજો ફુલ ચાર્જ થવા પર 483 કિલોમીટરની રેંજ નક્કી કરશે, હાઈ રેંજ વાળુ વર્જન લગભગ 1.20 કરોડ રૂપિયાનું હશે, જ્યારે લોઅર રેન્જ વાળા વેરિયન્ટની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા હશે. અમેરિકામાં ઘણી સુપરમાર્કેટ કંપનીઓએ પહેલાથી જ આ ટ્રકને રિઝર્વ કરી લીધો છે. ટેસ્લાનો આ ટ્રક 2019માં બનશે.

લોન્ગ રેન્જ અને ક્વિક એક્સેલરેશનની સાથે જ ટેસ્લા સેમી ટ્રકમાં પહેલી વખત સેમી ઓટોનોમસ ડ્રાઈવિંગ જેવી ટેકનીક જોડવામાં આવશે, જેમાં ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા પણ હશે, ટેસ્લા તેની માટે એવા સ્પેશ્યલ ચાર્જરને બનાવશે જે 30 મિનિટમાં 650 કિલોમીટર રેંજ જેટલુ ચાર્જિંગ કરી દેશે.

You might also like