ટેસ્લા કંપનીએ આ કારના એક લાખથી વધુ યુનિટસને કર્યાં રિકોલ, જાણો કારણ..

ઇલેકટ્રિક કારની દુનિયામાં પોતાના યૂનીક પ્રોડકટસને લઇને થોડા સમયમાં ચર્ચામાં આવનાર ટેસ્લા કંપનીએ પોતાની એસ-સિડેન મોડલની 1,23,000 યૂનિટસને રિકોલ કરવી પડી છે. 2016 અગાઉ બનવામાં આવેલી આ મોડલ્સને રિકોલ કરવામાં આવ્યું છે. એક મળતાં અહેવાલ મુજબ ટેસ્લા તેમાં પાવર સ્ટીયરિંગ વોટ્સને રિપ્લેસ કરશે તેના કારણે તેને પરત ખેંચવામાં આવી છે.

ટેસ્લા કંપનીના એક પ્રવક્તાએ કહ્યું કે ઠંડીના વાતાવરણમાં ગાડીના કેટલાક ભાગ પર કાટ લાગી રહ્યો છે જ્યાં બરફ હટાવવા માટે રોડ સોલ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવામાં બોલ્ટ ફેલ થવાની આશંકા રહે છે. જો કે હજૂ સુધી તેને લઇને કોઇ દૂર્ઘટના સામે આવી નથી.

ટેસ્લાએ જે કારને પરત ખેંચવાની છે તેના માલિકોને ઇ-મેલ દ્વારા જાણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ટેસ્લા મોડલની એસ સિડેનને સુરક્ષા રેટિંગમાં ઘણી પ્રશંસા મળી હતી. હવે જ્યારે રિકોલ કરવાની જરૂરિયાત પડી રહી છે ત્યારે તેને ઘણા કારણોથી જોવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ વોલ્સવેગને ચીનમાં પોતાની 33,142 કારને રિકોલ કરી છે.

You might also like