ટેસ્લા હવે ભારતના બદલે ચીનમાં મેગા પ્લાન્ટ ઊભો કરશે

નવી દિલ્હી: મોદી સરકારની મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને ઝટકો આપતાં ટેસ્લા હવે પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચીનના શાંઘાઇમાં બનાવશે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર ઇલેક્ટ્રિક ગાડીઓનું ઉત્પાદન કરતી અમેરિકન કંપની ટેસ્લા હવે ચીનમાં સંપૂર્ણ માલિકીનો પ્લાન્ટ બનાવનાર પ્રથમ કંપની બનશે. અગાઉ ભારત સરકાર અને ટેસ્લા વચ્ચે ભારતમાં પ્રથમ ઓવરસીઝ પ્લાન્ટ ખોલવાની વાતચીત ચાલી રહી હતી, પરંતુ મેક ઇન ઇન્ડિયાના નિયમોની જટિલતાના કારણે હવે ટેસ્લાએ ચીનમાં પ્લાન્ટ ઊભો કરવાનો નિર્ણય કર્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૫માં અમેરિકાની યાત્રા દરમિયાન ટેસ્લા ફેક્ટરીની મુલાકાત પણ લીધી હતી ત્યારે ટેસ્લાના પ્રમુખ એલન મસ્કે ભારતમાં પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઊભો કરવાની ઓફર કરી હતી. ટેસ્લા આ માટે તૈયાર હતી, પરંતુ ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની ૩૦ ટકા સ્પેરપાર્ટ્સ ભારતમાંથી જ ખરીદવા પડશે એવી શરતના કારણે હવે ટેસ્લાએ પોતાનો નિર્ણય બદલ્યો છે.

You might also like