નેપાળનો કોસી ડેમ ઉડાવવાની ધમકી : બેરેજ તુટે તો બિહારમાં જળ પ્રલય નિશ્ચિત

પટના : ભારત – નેપાળ સીમા પર કોસી નદી પર નિર્મિત કોસી બેરેઝને ઉડાવવાની ધમકી આતંકવાદી સંગઠનો દ્વારા અપાઇ છે. સુનસરી (નેપાળ)નાં સીડીઓ મોહન બહાદુર ચાપાગઇએ તેની પૃષ્ટી કરી છે. જો કે બિહારનાં ઉચ્ચ અધિકારીઓએ આ અંગે કોઇ જાણકારી નહી હોવાનું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓની નજર કોસી બેરેજ પર છે. હાલનાં દિવસોમાં કોસીનાં જળસ્તરમાં રેકોર્ડ વધારાને જોતા બેરેજમાં પાણીનું ભારે દબાણ છે. એવામાં જો બેરેજ ટુટશે તો બિહારનાં ઘણા વિસ્તારમાં જળ પ્રલય આવી શકે છે. આતંકવાદીઓનાં ઇરાદાઓ જોઇને નેપાળ સરકાર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બેરેજની સુરક્ષામાં સુનસરી જિલ્લા તંત્રની સાથે સાથે એપીએફની એક ટુકડીને પણ ગોઠવી દેવામાં આવી છે. ત્યાંથી પસાર થનારી ગાડીઓની સધન તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ બિહારનાં ઉચ્ચ અધિકારીઓ આતંકવાદી ધમકીની બાબતે જાણકારી અંગે ઇન્કાર કરતા રહ્યા છે. બે દેશોની વચ્ચેની આ સંવેદનશીલ જાણકારી અંગે અધિકારીઓ ભલે મનાઇ કરે, બેરેજની નજીક ભારતીય વિસ્તારમાં પણ સુરક્ષા દળોની સક્રિયતા વધી ગઇ છે.

કોસીનાં જળ સ્તરમાં રેકોર્ડ વધારો
– ગત્ત 72 કલાકમાં કોસીનાં જળસ્તરમાં રેકોર્ડ વધારો થયો છે.
– શનિવારે સાંજે 4 વાગ્યે વીરપુર બેરેજનું જળ સ્તર 2.50 લાખ ઘનમીટર પ્રતિ સેકન્ડ નોંધાયો છે.

You might also like