15મી ઓગસ્ટે PM મોદી પર થઇ શકે ડ્રોન એટેક, SPGએ સંભાળી કમાન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઇને ચેતાવણી જાહેર કરવામાં આવી છે. પીએમ મોદી પર આતંકવાદી હુમલાનો ખતરો મંડરાઇ રહ્યો છે. લશ્કર-એ-તૈયબા અને આઇએસએસે પીએમ મોદી પર હુમલાનો પુરો પ્લાન તૈયાર કરી લીધો છે. સુરક્ષા એજન્સીઓનું માનીએ તો પીએમ પર ડ્રોન વડે હુમલો કરવાની તૈયારી કરવામાં આવી છે.

ગુપ્તચર એજન્સીઓએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલા પર ડ્રોન હુમલાની ચેતાવણી આપવામાં આવી છે. આ ચેતાવણીમાં કહેવામાં આવ્યું છે કે સ્વતંત્રતા દિવસ પર પીએમના ભાષણ દરમિયાન આતંકવાદી સંગઠન તેમના પર હુમલો કરી શકે છે. આ ખુલાસો વડાપ્રધાનની સુરક્ષા વિંગની ઉચ્ચસ્તરીય બેઠકમાં થયો છે.

ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાન અને ભારતમાં છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે ફોન કોલ્સને ઇન્ટરસેપ્ટ કર્યા બાદ પીએમ પર હુમલાની આશંકા વ્યક્ત કરી છે. આ ખતરાને જોતાં પીએમની સુરક્ષામાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપે કમર કસી લીધી છે. એસપીએજીએ 15 ઓગસ્ટ પર લાલ કિલ્લા પર પીએમ મોદીના ભાષણ એરિયાને એક બુલેટ પ્રૂફ ઓવરહેડ કૈનોપીથી ઢાંકવાનો પ્રસ્તાવ મુક્યો છે.

તો બીજી તરફ લાલ કિલ્લાના ટાવરો પર હાઇ-રિઝોલ્યુવેશન કેમેરા લગાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. લાલ કિલ્લા પર એર ડિફેન્સ ગનને પણ તૈનાત કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. એટલું જ નહી 15 ઓગસ્ટના રોજ દિલ્હીને નો ફ્લાઇ જોન બનાવવાની સાથે-સાથે લડાકૂ વિમાનોને ખતરાથી નિવારવા માટે તૈયાર રાખવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

You might also like