જમ્મુ કાશ્મીરનાં કુલગામમાં સેનાના કાફલા પર આતંકવાદી હૂમલો

શ્રીનગર : દક્ષિણ કાશ્મીરનાં કુલગામમાં શુક્રવારે આતંકવાદીઓએ સુરક્ષાદળની એક પેટ્રોલિંગ પાર્ટી પર હૂમલો કર્યો હતો. સુરક્ષાદળોની ત્વરિત કાર્યવાહી બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા. જાણકારી અનુસાર રાજ્ય પોલીસ અને સીઆરપીએફનું એક સંયુક્ત પેટ્રોલિંગ દળ સાંજે પાંચ વાગ્યે કુલગામ જિલ્લાની બેહીબાગ વિસ્તારમાંથઈ પસાર થઇ રહ્યું હતું.

બાગ નજીક છુપાયેલા આતંકવાદીઓએ જવાનોને જોતાની સાથે જે સ્વયંસંચાલિત હથિયારો દ્વારા ફાયરિંગ ચાલુ કરી દીધું હતું. જવાનોએ પોતાના બચાવમાં જવાબી કાર્યવાહી કરી હતી. સુત્રોએ જણાવ્યું કે લગભગ 15 મિનિટ સુધી બંન્ને તરફથી ગોળીબાર થયો હતો. ત્યાર બાદ આતંકવાદીઓ જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી છુટ્યા હતા.

જવાનો દ્વારા સમગ્ર વિસ્તારની ઘેરાબંદી કરી દેવામાં આવી છે. હૂમલાખોર આતંકવાદીઓને પકડવા માટે શોધખોળ અભિયાન ચલાવાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સર્જીકલ સ્ટ્રાઇક બાદ કાશ્મીરમાં રહેલા આતંકવાદીઓનાં આકાઓ હડબડી ચુક્યા છે. જેનાં કારણે હવે તેઓ શું કરવું તે અંગે ભારે અવઢવની પરિસ્થિતીમાં છે. જેનાં કારણે અંધાધુંધ પગલાઓ ભરી રહ્યા છે.

You might also like