ત્રાસવાદીઓના પગાર કાપી નાખતું આઈએસ

વોશિંગ્ટન : નાણાંની તંગી, જૂથનાં અનેક સભ્યો તેમને અપાતા વેતનની રકમમાં કપાત થતા પછી તેઓ હરીફ જૂથોમાં જોડાયા હોવાની સમસ્યાને કારણે આઇએસઆઇએસની હાર થઈ હોવાનું એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

ટોચના એનાલિસ્ટ અને ત્રાસવાદી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખતા જૂથોને ટાંકીને વોશિંગ્ટન પોસ્ટમાં પ્રગટ થયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ત્રાસવાદી જૂથની તાજેતરમાં થયેલી હારને લડવૈયાઓને ચૂકવાતા નાણાં અને બીજા જૂથમાં જોડાયેલા સભ્યો અથવા મૃત્યુ પામેલા સભ્યોના બદલે નવી ભરતી કરવાની બાબત સાથે સાંકળાયેલી છે.

અમેરિકાના પીઠબળવાળા કુર્દીશ અને આરબ દળોએ ઇરાક અને સિરિયાના આતંકવાદીઓના કબજા હેઠળના ઘણાં પ્રદેશો જે ૨૦૧૪માં ખલિફા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા તે પૈકી નોંધપાત્ર વિસ્તાર પાછો મેળવ્યો છે.

પ્રિન્સ્ટન યુનિવર્સિટી ખાતે રાજકારણનો વિષય ભણાવતાં અને ઇસ્લામિક સ્ટેટ અંગેના નિષ્ણાત જાકોબ શાપ્રિઓને ટાંકીને જણાવ્યું હતું કે આ બધી બીના પરથી એવું લાગે છે કે પ્રદેશવિસ્તારો પર ઇસ્લામિક સ્ટેટ બનાવવાનો નિર્ધાર ટકી શકે તેમ નથી.

હાર્વર્ડ યુનિવર્સિટીના બેલફેર સેન્ટરના આર્મ્ડ ગ્રુપ્સની બાબતોના નિષ્ણાત વીરા મિરોનોવાને ટાંકીને જણાવાયું હતું કે સિરિયાના ઘર્ષણ પછી જેઓ બીજા જૂથમાં જોડાયા હોવાથી ઇસ્લામિક સ્ટેટના લડવૈયાની સંખ્યામાં વધારો થયો હોવાનું જણાય છે. સિરિયાની ઘટના પછી ત્રાસવાદીઓ આર્થિક લાભ મેળવવા બીજા સશસ્ત્ર જૂથોમાં જોડાવાની તક શોધી રહ્યા છે.

You might also like