બેગમાં બોમ્બ લઇને ટેક્સિમાં આવ્યા હતા આતંકિયો

બ્રસેલ્સઃ બ્રસેલ્સ એરપોર્ટ પર હુમલો કરવા આવેલા આત્મઘાતી આંતકવાદીઓ બોમ્બ પોતાના સામાનમાં રાખીને લાવ્યા હતા. આ હુમલામાં 14થી પણ વધારે લોકો માર્યા ગયા છે. જેની માહિતી ત્યાંના સ્થાનિક મેયરે આપી હતી. જાવેંતેમના મેયર ફ્રાંસિસ વરમીયરેનએ ઇઇફપીને જણાવ્યું હતું કે તેઓ ટેક્સીમાં એરપોર્ટ આવ્યા હતા. તેમણે તેમના બોમ્બ તેમની બેગમાં રાખ્યા હતા. એરપોર્ટમાં તેમણે ટ્રોલિમાં પોતાની બેગ હતી. પહેલા બે બોમ્બ ધડાકા થયા. ત્રીજો આતંકિએ પણ પોતાની સૂટકેસ ટ્રોલીમાં રાખી હતી પરંતુ તે ગભરાઇ ગયો હતો અને તે બોમ્બ ઘડાકો ન થયો.

You might also like